Home /News /bharuch /Bharuch: બોડી બિલ્ડર દંપતીને મળો; જાણો ખોરાકમાં શું લે? કેટલા વાગ્યે ઉઠે?

Bharuch: બોડી બિલ્ડર દંપતીને મળો; જાણો ખોરાકમાં શું લે? કેટલા વાગ્યે ઉઠે?

X
પતિને

પતિને બોડી બિલ્ડિંગ કરતા જોઈ પત્નીએ પણ બોડી બિલ્ડિંગ એ સ્પર્ધામાં ઝંપલાવ્યું

અંકલેશ્વરનું બોડી બિલ્ડર દંપતીએ અનેક એવોર્ડ જીત્યા છે. બન્ને સવારે 4 વાગ્યે ઉઠી જાય છે. સવારે નાસ્તામાં માત્ર ફળ લે છે.બપોરના ખોરાકમાં બાફેલા દાળ ભાત, કઠોળ, સલાડ આરોગે છે. તેમજ રોટલી જમતા નથી. તેમજ વઘાર વિનાનો ખોરાક લે છે

Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની રણછોડ કૃપા સોસાયટીમાં રહેતા બોડી બિલ્ડર સારંગ પટવર્ધન અને તેઓના પત્ની વૈશાલીબેન પટવર્ધન છેલ્લા કેટલાય વર્ષોથી બોડી બિલ્ડીંગ કરે છે.

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની રણછોડ કૃપા સોસાયટીમાં રહેતા બોડી બિલ્ડર સારંગ પટવર્ધનની ઉંમર 41 વર્ષ છે. તેઓ જીમ કરીને પોતાની જાતને ફીટ રાખે છે. તેઓ છેલ્લા 24 વર્ષથી બોડી બિલ્ડીંગ કરે છે. તેઓના પત્ની વૈશાલી પટવર્ધનની ઉંમર 39 વર્ષ છે. લગ્નને 15 વર્ષ થયા છે. સારંગ પટવર્ધનની વર્ષ 2017માં અમદાવાદ ખાતે મિસ્ટર ગુજરાતની સ્પર્ધા હતી. આ સ્પર્ધા જોયા બાદ પતિએ પત્નીને બોડી બિલ્ડીંગ માટેની પ્રેરણા આપી હતી. દિવસથી તેઓ કસરત કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી સ્પર્ધાઓમાં ભાગ લે છે.

દંપતીએ કેટલા એવોર્ડ મેળવ્યા

સારંગ પટવર્ધને છેલ્લા 24 વર્ષમાં મિસ્ટર ગુજરાતમાં 20 વખત પ્રથમથી ત્રીજો ક્રમાંક હાંસલ કર્યો છે. મિસ્ટર ગુજરાતમાં સાત વખત પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. નેશનલ લેવલે મિસ્ટર ઈન્ડિયા વેસ્ટમાં ત્રીજો ક્રમાંક હાંસલ કર્યો હતો અને આઠ વખત મિસ્ટર ભરૂચમાં પ્રથમ નંબર મેળવ્યો છે.સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં બે વખત પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. મિસ્ટર ઈન્ડિયા યુનિવર્સિટીના ટોપ 10માં આવ્યા છે. હવે ઇન્ટરનેશનલમાં પણ બોડી બિલ્ડીંગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

જયારે વૈશાલી પટવર્ધન છેલ્લા પાંચ વર્ષથી જીમ કરે છે. વર્ષ 2017માં મિસ્ટર ગુજરાતની સ્પર્ધા યોજાઈ હતી. દરમિયાન તેમાં મહિલાઓ માટે પણ સ્પર્ધા યોજવામાં આવી હતી. બાદ પતિના કહેવાથી વૈશાલી પટવર્ધને બોડી બિલ્ડિંગ માટેની તૈયારી શરૂ કરી હતી. કસરત અને ડાયટિંગની શરૂઆત કરી દીધી હતી. મિસ ગુજરાતમાં તેમણે બે વખત પાંચમો ક્રમાંક હાસલ કર્યો હતો. વર્ષ 2022માં મિસ ગુજરાતમાં ત્રીજો રેન્ક હાંસલ કર્યો છે. આ દંપત્તિ 11 ફેબ્રુઆરીના રોજ ભાવનગરમાં યોજાનાર મિસ્ટર ઈન્ડિયા વેસ્ટન ભાગ લેવા માટે જવાના છે.

બોડી બિલ્ડર દંપતી ખોરાકમાં શું આરોગે છે

સારંગ પટવર્ધન અને તેઓના પત્ની વૈશાલી પટવર્ધન વહેલી સવારે ચાર કલાકે ઉઠી જાય છે. તેઓ નાસ્તામાં સફરજન, કેળા આરોગે છે. ત્યારબાદ દંપત્તિ એક કલાક વર્કઆઉટ કરે છે. કસરત કર્યા બાદ તેઓ બાફેલા ચણા, સોયાબીન આરોગે છે. બપોરના ખોરાકમાં બાફેલા દાળ ભાત, કઠોળ, સલાડ આરોગે છે. તેઓ વઘાર કર્યા વગરનો ખોરાક લે છે. જમવામાં કોઈ પણ દિવસ રોટલી લેતા નથી. સારંગ પટવર્ધનએ જણાવ્યું હતું કે, રોટલીમાં લુટેન નામની ફેટ હોવાથી કોઈપણ દિવસ રોટલી ખોરાકમાં લેતા નથી.

બોડી બિલ્ડર દંપતી જીમ તથા ટ્યુશન ક્લાસીસ ચલાવે છે

સારંગ પટવર્ધન અને તેમના પત્ની જીમ ચલાવે છે. જીમમાં સવાર સાંજ લગભગ 40 જેટલા લોકો આવે છે. સારંગ પટવર્ધન શિક્ષક છે.તેમજ ટ્યુશન ક્લાસીસ ચલાવી રહ્યા છે. સવારે 9 થી 11 કલાક દરમિયાન સારંગ પટવર્ધન ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને સાંજે 4 થી 6 કલાક દરમિયાન વૈશાલી પટવર્ધન ટ્યુશન ક્લાસીસ ચલાવે છે.
First published:

Tags: Bharuch, Body, Gym, Local 18