Home /News /bharuch /Bharuch: બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ભરૂચનો દબદબો, 6 ખેલાડીઓએ 10 ટ્રોફી જીતી

Bharuch: બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ભરૂચનો દબદબો, 6 ખેલાડીઓએ 10 ટ્રોફી જીતી

X
સાઉથ

સાઉથ ગુજરાત બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં 6 સ્પર્ધકોએ ઝળકી જિલ્લાનું ગૌરવ વધાર્યું 

સાઉથ ગુજરાત બોડી બિલ્ડીંગ, મેન્સ ફીજીકસ, મેન્સ ક્લાસિક સ્પ્ધામાં ભરૂચનાં ફીટનેશ ફર્સ્ટ જીમનાં છ સ્પર્ધકો વિજેતા બન્યાં હતાં અને 10 ટ્રોફી કબજે કરી હતી.

Aarti Machhi, Bharuch: વાપી જિલ્લાના વ્યારામાં સાઉથ ગુજરાત બોડી બિલ્ડીંગ, મેન્સ ફીજીક્સ અને મેન્સ ક્લાસિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ સહિત જુદા જુદા શહેરના 200 થી 250 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભરૂચના ફિટનેસ ફર્સ્ટ જીમના કુલ 6 સ્પર્ધકોએ જુનિયર, સીનીયર અને માસ્તર કેટેગરીમાં ભાગ લીધો હતો.

કેટેગરીમાં 6 બોડી બિલ્ડર વિજેતા

સ્પર્ધામાં જુનિયર કેટેગરી 55 થી 60 કિલો ગ્રામ બોડી બિલ્ડીંગમાં ધીરેન સોલંકી પ્રથમ ક્રમે અને મેન્સ ક્લાસિકમાં ચોથા ક્રમે વિજેતા બન્યા હતા.



જુનિયર કેટેગરી 60 થી 65 કિલો ગ્રામ બોડી બિલ્ડીંગના ગ્રુપ અને મેન્સ ક્લાસિક બંને સ્પર્ધામાં અંકિત વસાવા દ્વિતીય ક્રમ જ્યારે સીનીયર કેટેગરી 60 થી 65 કિલોગ્રામ બોડી બિલ્ડીંગના ગ્રુપમાં શુભમ બાંડીવકર પાંચમાં ક્રમે વિજેતા બન્યા હતા.



સીનીયર કેટેગરી 65થી 70 કિલોગ્રામ બોડી બિલ્ડીંગનાં ગ્રુપમાં પ્રશાંત બિસ્વાલ પાંચમાં ક્રમે અને મેન્સ ક્લાસિક બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં દ્વિતીય ક્રમે વિજેતા બન્યા હતા સીનીયર કેટેગરી 70 થી 75 કિગ્રા બોડી બિલ્ડીંગના ગ્રુપમાં સોમેશ ઠાકોર બીજા નંબરે વિજેતા બન્યા હતા. માસ્ટર કેટેગરીમાં જીગ્નેશ રાજપૂત પાંચમાં નંબરે વિજેતા બન્યા હતા.



કુલ 10 ટ્રોફી જીતી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું

સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભરૂચના ફિટનેસ ફર્સ્ટ જીમના કુલ 6 બોડી બિલ્ડરોએ બોડી બિલ્ડીંગ, મેન્સ ફીઝીક્સ અને મેન્સ ક્લાસિક સ્પર્ધાની કેટેગરીમાં વિજેતા બની કુલ 10 ટ્રોફી જીતી હતી અને ભરૂચ જિલ્લા, શહેર અને ફિટનેસ ફર્સ્ટ જીમનું ગૌરવ વધાર્યું છે.



અગાઉ યોજાયેલ ભરૂચ જિલ્લાની બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ફીટનેશ ફર્સ્ટ જીમના સ્પર્ધકોએ સૌથી વધુ 26 ટ્રોફી જીતી હતી અને ટીમ વિનરનો ખિતાબ પણ ફિટનેસ ફર્સ્ટ જીમને મળ્યો હતો.તેમજ પાવર લીફટીંગની સ્પર્ધામાં પણ ફિટનેસ ફર્સ્ટ જીમના સ્પર્ધકોએ 15થી વધુ ટ્રોફી જીતી હતી.



4થી માર્ચે વલસાડ ખાતે ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ સહિતની સ્પર્ધાનું આયોજન

છેલ્લા બે મહિનામાં ભરૂચની ફિટનેસ ફર્સ્ટ જીમના સ્પર્ધકોએ જીમના સંચાલક જીગ્નેશ રાજપુતના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લઇ લગભગ 50થી વધુ ટ્રોફી જીતી છે અને ફીટનેશ ફર્સ્ટ જીમનું ભરૂચ શહેરમાં ગૌરવ વધાર્યું છે. 4થી માર્ચના રોજ વલસાડ ખાતે ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ, મેન્સ ફીઝીક્સ અને ફેસ ક્લાસિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Award, Bharuch, Body, Cash prize, Fitness, Gym, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો