Home /News /bharuch /Bharuch: BJP નેતાનાં પુત્રનો તલવારથી કેપ કાપતો Video viral

Bharuch: BJP નેતાનાં પુત્રનો તલવારથી કેપ કાપતો Video viral

X
ભાજપ

ભાજપ યુવા આગેવાનનો તલવાર વડે કેક કટિંગ કરતો વિડીયો વાયરલ થતા ખળભળાટ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામના ભાજપ યુવા આગેવાનનો તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી જવા પામી છે.

Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લામાં હથિયાર વડે જન્મદિવસની ઉજવણી અને હથિયાર લઈને ફરવા પર પ્રતિબંધ છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામના ભાજપ આગેવાન રવજી વસાવાના પુત્ર યુવા આગેવાન દિનેશ ઉર્ફે ટીનો વસાવાનો તલવારથી કેક કાપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા વિવાદ શરૂ થયો છે.

ભાજપ આગેવાનો તેમજ ગામના યુવાનો દ્વારા જન્મ દિવસની ઉજવણીનું આયોજન

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામના ભાજપ આગેવાન રવજી વસાવાના પુત્ર યુવા આગેવાન દિનેશ ઉર્ફે ટીનો વસાવાનો ગત રોજ જન્મ દિવસ હતો.જેના ભાગરૂપે કોલ્હાર કંપની સામે આવેલ ફાર્મ હાઉસ ખાતે મોટાપાયે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.



ભાજપ આગેવાનો તેમજ ગામના યુવાનો દ્વારા કેક કાપવા સહિત ભવ્ય રીતે જન્મદિવસની ઉજવણી માટેનું આયોજન કરાયું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉની ટર્મમાં ભાજપ આગેવાન રવજી વસાવાને ઝઘડિયા વિધાનસભાના ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી હતી.



યુવા આગેવાન દિનેશ ઉર્ફે ટીનો વસાવાએ જન્મદિવસ નિમિત્તે રાત્રે તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ

ઝઘડિયા તાલુકાના તલોદરા ગામના ભાજપ આગેવાન રવજી વસાવાના પુત્ર યુવા આગેવાન દિનેશ ઉર્ફે ટીનો વસાવાએ જન્મદિવસ નિમિત્તે રાત્રે તલવારથી કેક કાપી હતી. ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.વીડિયોએ ઝઘડિયાના રાજકારણમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. તો તેઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધશે કે કેમ તે જોવાનું રહ્યું.



શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Bharuch, Birthday Celebration, BJP leaders, Video viral

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો