Home /News /bharuch /Gujarat Election 2022: ઝઘડિયાની બેઠક પર પિતા-પુત્રોનો ત્રિકોણીયો જંગ ખેલાશે, આજે ફોર્મ ભર્યા

Gujarat Election 2022: ઝઘડિયાની બેઠક પર પિતા-પુત્રોનો ત્રિકોણીયો જંગ ખેલાશે, આજે ફોર્મ ભર્યા

પિતા પુત્રો વચ્ચે જંગ

આ ચૂંટણીમાં તમામ લોકોની નજર પિતા-પુત્રો વચ્ચેની જંગ પર જરૂર રહેશે. લોકોમાં ચર્ચા એ પણ છે કે, પરિવારનાં આ ઝઘડામાં ભાજપને ફાયદો ન થઇ જાય.

    ભરૂચ: ગુજરાત વિધાનસભા ચૂંટણી સંગ્રામમાં અનેક કિસ્સા સામે આવ્યા છે જેમાં પરિવારનો વિવાદ સામે આવ્યો છે. ભરૂચની ઝઘડિયા બેઠક પર BTPના અધ્યક્ષ મહેશ વસાવાએ પોતાના જ પિતાની ટિકિટ પર પોતાનું નામ જાહેર કરી દેતા પરિવારનો વિવાદ જાહેરમાં આવ્યો હતો. હવે આ બેઠક પરથી પિતા અને બે પુત્ર દ્વારા ઉમેદવારી નોંધાવી છે. ભરૂચની ઝઘડિયા બેઠક પર પિતા-પુત્ર વચ્ચેના જંગમાં આજે પિતા છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. છોટુ વસાવાનું ફોર્મ પુત્ર કિશોર વસાવાએ ભર્યુ છે. જ્યારે બીજી બાજુ છોટુભાઇના પુત્ર મહેશ વસાવાએ બીટીપી તરફથી ફોર્મ ભર્યુ છે. જ્યારે દિલીપ વસાવાએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યુ છે.

    આ ચૂંટણીમાં તમામ લોકોની નજર પિતા-પુત્રો વચ્ચેની જંગ પર જરૂર રહેશે. લોકોમાં ચર્ચા એ પણ છે કે, પરિવારનાં આ ઝઘડામાં ભાજપને ફાયદો ન થઇ જાય. નોંધનીય છે કે, છોટુભાઇ વસાવાએ રવિવારે એક ટ્વિટથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. છોટુભાઇ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ હતુ. તેમણે BTP અને BTTSના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી માહિતી આપી હતી. મહેશ વસાવા દ્વારા છોટુ વસાવાની અવગણના થતાં હોવાના આક્ષેપો પણ છે. નોંધનીય છે કે, દિલીપ વસાવા BTP અને BTTSના ગુજરાતના મહાસચિવ હતા.



    મહત્ત્વની વાત એ છે કે, ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Assembly Elections 2022, Gujarat Elections, ગુજરાત, ગુજરાત ચૂંટણી, ભરૂચ

    विज्ञापन
    विज्ञापन