Home /News /bharuch /Bharuch: પોલીસે કરેલી કામગીરીને લોકો કેમ બીરદાવી રહ્યા છે, શું હતી ઘટના 

Bharuch: પોલીસે કરેલી કામગીરીને લોકો કેમ બીરદાવી રહ્યા છે, શું હતી ઘટના 

પોલીસ એ પ્રજાની મિત્ર છે એ ઉકિત ખરા અર્થમાં સાર્થક કરી

પોલીસને એક અસ્થિરમગજની મહિલા મળી આવી હતી.આ મહિલાને યોગ્ય સારવાર માટે મોકલી આપી હતી અને પોલીસ પ્રજાની મિત્ર સૂત્ર સાર્થક કર્યું હતું

    Aarti Machhi, Bharuch: પોલીસનું નામ સાંભળીને જ લોકોમાં અલગ જ છાપ ઉભી થાય છે.પોલીસ એ પ્રજાનો રક્ષક અને મિત્ર છે.ભરૂચ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલાના સ્વબચાવ તાલીમ સહિતના કાર્યક્રમો થકી જન જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે અને સમાજમાં પોલીસની કામગીરીની મિસાલ કાયમ કરવાની દિશામાં પ્રયાસ થઈ રહ્યા છે.તેમજ લોકો પોલીસની નજીક આવે અને એક સારું વાતાવરણ બને તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.પોલીસે હાલમાં જ અસ્થિર મગજની મહિલાને સારવાર અપાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

    શું બની હતી ઘટના જાણો


    મેરા ગામ તરફ જતા રસ્તા ઉપર છેલ્લા કેટલાક સમયથી અસ્થિર મગજની મહિલા રઝળતી જોવા મળી રહી છે.મહિલા અર્ધનગ્ન હાલતમાં ફરતી જોવા મળી હતી. ઘણીવાર કેટલાક રાહદારીઓએ અર્ધનગ્ન સ્ત્રીના શરીરને ઢાંકવાનો પ્રયાસ કર્યો છે.છતાં સમાજના ઠેકેદારોને આ મહિનાની યોગ્ય સ્થળે મોકલવાની સૂઝ નથી. કે તેને નારી સંરક્ષણમાં મોકલવાનો કે તેને સારવાર અપાવવાનો સુધ્ધા વિચાર કર્યો નથી. વાલિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી. ચુડાસમા સ્ટાફ સાથે ચૂંટણી જાહેર થતાની સાથે જ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.


    પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વાલીયા તાલુકાના મેરા ગામ તરફ જતા પણસોલી-ગાંધુ ગામની વચ્ચે અજીબો ગરીબ હાલતમાં મહિલા જણાઈ આવી હતી. પોલીસે મહિલાની નજીક જઈ જોતા તે મહિલા અસ્થિર મગજની હોવાનું જણાઈ આવ્યુ હતુ. મહિલા અર્ધનગ્ન હાલતમાં હતી. પોલીસે મહિલાનું નામ પૂછતા તેનું નામ પણ તેને ખબર ન હતી. મહિલાની ઉંમર આશરે 80 થી 85 વર્ષની છે. દરમિયાન પોલીસ મથકના પીઆઇ કે.વી.ચુડાસમાએ માનવતા બતાવી હતી.અને મહિલા માટે તાત્કાલિક વાહનની સગવડ કરી આપી હતી. અને મહિલા ગ્રામ રક્ષક દળને જાણ કરી હતી. મહિલા ગ્રામ રક્ષક દળ અને પોલીસ જવાનોની મદદ વડે મહિલાને સુરતના અમરોલી સાયણ રોડ પર આવેલ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.


    માનવ સેવા જ પ્રભુ સેવા


    માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટએ માનવસેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાકાર કરતુ ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટ લાચાર, માનસિક અસ્વસ્થ, પરિવારથી વિખૂટા પડેલા લોકોને સેવા આપે છે. અહીં આવ્યા બાદ સહુને વ્યસ્ત અને સ્વસ્થ રાખવા વિવિધ પ્રવૃત્તિઓ સતત કરવામાં આવે છે. વાલિયા પોલીસે અસ્થિર મગજની મહિલાને ટ્રસ્ટને હવાલે કરતા ટ્રસ્ટ દ્વારા પણ વાલિયા પોલીસનો આભાર વ્યક્ત કરી આવી રીતે ફરતા અસ્થિર મગજના લોકોને સારવાર માટે ટ્રસ્ટમાં મોકલી આપવા આગળ આવવું તેમ જણાવ્યું હતું, આમ પોલીસે ખરા અર્થમાં પ્રજાની મદદ કરી હતી. પોલીસની મદદને પગલે ગામના લોકોમાં પોલીસ પ્રત્યેના સન્માનમાં વધારો થયો છે. પોલીસ મહિલા માટે મદદરૂપ બની સમાજ માટે પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો સમાજના લોકો પણ આવા લોકોના વ્હારે આવી મદદ કરે તે અત્યંત જરૂરી છે.

    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Bharuch, Gujarat police, Local 18

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन