Home /News /bharuch /ભરૂચ: પોલીસના જાસૂસીકાંડમાં નવો ખુલાસો, બુટલેગરો પોલીસકર્મીઓને આપતા હપ્તો

ભરૂચ: પોલીસના જાસૂસીકાંડમાં નવો ખુલાસો, બુટલેગરો પોલીસકર્મીઓને આપતા હપ્તો

ભરૂચ: પોલીસના જાસૂસીકાંડમાં નવો ખુલાસો. બુટલેગરો પોલીસકર્મીઓને આપતા હપ્તો.

Bharuch police spy case: ભરૂચ પોલીસના જાસૂસીકાંડમાં નવો ખુલાસો. બુટલેગરો પોલીસકર્મીઓને આપતા હપ્તો. લોકેશન કાઢવા 1 લાખનો હપ્તો આપતા. ચકો અને બોબડો નામના બુટલેગરોને આપતા લોકેશન

    ભરૂચ: પોલીસના જાસૂસીકાંડમાં નવો ખુલાસો થયો છે. આ મામલે નવો ઘટસ્ફોટ થયો છે કે, બુટલેગરો પોલીસકર્મીઓને હપ્તો આપતા હતા. બુટલેગરો દ્વારા પોલીસકર્મીઓને લોકેશન કાઢવા 1 લાખનો હપ્તો આપવામાં આવતો હતો. સાથે જ પોલીસકર્મીઓ દ્વારા ચકો અને બોબડો નામના બુટલેગરોને લોકેશન આપવામાં આવતું હોવાનું પણ સામે આવી રહ્યું છે.

    લોકેશન કાઢવા 1 લાખનો હપ્તો આપતા

    ગુજરાત પોલીસના જાસૂસીકાંડમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, બુટલેગરો દર મહિને એક લાખ રૂપિયાનો હપ્તો આપી લોકેશ કઢાવતા હતા. ચકો અને બોબડો નામના બુટલેગરોને લોકેશન આપવામાં આવતાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સાથે જ જાણવા મળી રહ્યું છે કે, પોલીસકર્મી અશોક સોલંકીએ ગામમાં ગણતરીના સમયમાં ઉભા કરેલા મકાનની પણ તપાસ થશે.


    આ પણ વાંચો: રાજકોટ: પ્રેમીએ પરિણીત પ્રેમિકાની કરી હત્યા, પોલીસથી બચવા ઘડી કાઢી ક્રાઈમ પેટ્રોલ જેવી સ્ટોરી

    આવી રીતે ફૂટ્યો હતો ભાંડો

    ભરૂચ પોલીસ બેડામાં ફરજ બજાવતા બે પોલીસ કર્મીઓને ભરૂચ એસપીએ સસ્પેન્ડ કર્યા હતા. સસ્પેન્ડ કરાયેલ મયુર ખુમાણ અને અશોક સોલંકી બંને છેલ્લા ઘણા સમયથી સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓની જાસૂસી કરતા હોવાનું સામે આવ્યું હતું. જેમાં છેલ્લા ઘણા સમયથી મયુર ખુમાણ અને અશોક સોલંકી જાસૂસી કરી બુટલેગરોને મદદ કરવાનો આરોપ છે. બુટલેગરોની બાતમી લાંબા સમયથી નિષ્ફળ જતા પોલીસ દ્વારા આંતરિક તપાસ કરવામાં આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

    બે કોન્સ્ટેબલો દ્વારા જાસૂસી

    ભરૂચ પોલીસના બે કોન્સ્ટેબલો દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના 15 જેટલા અધિકારીઓની જાસૂસી કરવાનું ધ્યાનમાં આવ્યું હતું. રાજ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ મામલે રેડ પાડવામાં આવે છે, પરંતુ ભરૂચમાં મોટાભાગની રેડ નિષ્ફળ જતાં તપાસ કરવામાં આવતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. બે કોન્સ્ટેબલો મોનિટરિંગ સેલના મોબાઇલ ટ્રેક કરીને રેડ પડે તે પહેલાં જ બુટલેગરોને જાણ કરી હતી. આ વાત ધ્યાને આવતાં બન્ને કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરાયા હતા.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन