Home /News /bharuch /ભરૂચ: પડોશમાં રહેતા આધેડે બાળકી સાથે આચર્યું દુષ્કર્મ, રમાડવાના બહાને બનાવી શિકાર

ભરૂચ: પડોશમાં રહેતા આધેડે બાળકી સાથે આચર્યું દુષ્કર્મ, રમાડવાના બહાને બનાવી શિકાર

(પ્રતિકાત્મક તસવીર)

Bharuch Crime: અંકલેશ્વર તાલુકાના એક ગામમાં પડોશમાં રહેતા 55 વર્ષીય આધેડે રમાડવાના બહાને બોલાવી બાળકી સાથે દુષ્કર્મ આચરતા ચકચાર

    ભરૂચ: અંકલેશ્વરમાં 12 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને ઝડપી પાડી જેલ ભેગો કરવામાં આવ્યો છે. અંકલેશ્વર તાલુકાના એક ગામમાં પડોશમાં રહેતા 55 વર્ષીય આધેડે રમાડવાના બહાને બોલાવી બાળકી સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે. બાળકી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ ગુજારતો હતો. જોકે પોલીસે પણ ત્વરિત અસરથી નરાધમને ઝડપી પાડી જેલભેગો કરી દીધો છે.

    અંકલેશ્વર તાલુકાના એક ગામમાં રહેતો 55 વર્ષીય મોહમદ રિયાસ શેખે તેની બાજુમાં રહેતી 12 વર્ષીય બાળકીને પોતાના ઘરે રમવા બોલાવી હતી. બાદમાં બાળકી રમવા જતા આધેડની તેના પર દાનત બગડતા તેણે બાળકી સાથે શારીરિક અડપલા શરુ કર્યા હતા અને બાળકીને પોતાના હવસની શિકાર બનાવી હતી.

    આ પણ વાંચો: રાજકોટ: બાળકીને બચાવવા જતા પાંચ મહિલા પાણીમાં ડૂબી

    આ ઘટના અંગે બાળકીએ પોતાની આપવીતી માતા-પિતાને કરતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને બનાવ અંગે તાલુકા પોલીસ મથકે દુષ્કર્મ આચરનાર આધેડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ત્વરિત અસરથી નરાધમ મોહમદ રિયાસ શેખને ઝડપી પાડી મેડિકલ પરીક્ષણ કરી જેલભેગો કરી દીધો હતો.

    ઘટનાની જાણ વાયુવેગે અંકલેશ્વર પંથકમાં ફેલાતા નરાધમ 55 વર્ષીય મોહમદ રિયાસ શેખ પ્રત્યે ફિટકાર વરસી રહી છે. સાથે વહેલી તકે કડકમાં કડક સજા ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bharuch, Crime news, Gujarat News

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन