Home /News /bharuch /Bharuch : વેરો ભરો બાકી નળ અને ગટર કનેકશન કપાઇ જશે, આ યોજનાથી જશે ફાયદો
Bharuch : વેરો ભરો બાકી નળ અને ગટર કનેકશન કપાઇ જશે, આ યોજનાથી જશે ફાયદો
ભરૂચ જિલ્લાની નગર પાલીકામાં વેરો ભરવા અપીલ કરાઇ છે. તેમજ વેરો ન ભરનારનાં નળ કનેકશન કાપવામાં આવી રહ્યાં છે. તેમજ સીલ કરેલી મિલકતોની એપ્રિલમાં હરરાજી થશે.
ભરૂચ જિલ્લાની નગર પાલીકામાં વેરો ભરવા અપીલ કરાઇ છે. તેમજ વેરો ન ભરનારનાં નળ કનેકશન કાપવામાં આવી રહ્યાં છે. તેમજ સીલ કરેલી મિલકતોની એપ્રિલમાં હરરાજી થશે.
Aarti Machhi, Bharuch : ભરૂચ જિલ્લાની ચાર નગર પાલિકામાં માર્ચ એન્ડિંગનાં સમયે નગર પાલિકા દ્વારા બાકી વેરો વસુલાત કરવા ખાસ પ્રોત્સાહક યોજનાનો લાભ લેવા અપીલ કરી રહી છે. તેમજ મિલકત અને વ્યવસાય વેરો નહીં ભરનાર વેરા ધારકો સામે કાર્યવાહી પણ હાથ ધરી છે. કેટલીક નગર પાલિકાઓ દ્વારા નળ અને ગટર કનેક્શન કાપી વેરા ધારકો સામે વેરો વસુલવામાં આવી રહ્યો છે. ભરૂચ અને જંબુસર પાલિકા દ્વારા રોજેરોજ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કારોબારી ચેરમેન નરેશ સુથારવાલાની વેરો ભરવા અપીલ
માર્ચ એન્ડિંગને હવે 11 દિવસ બાકી રહ્યા છે. ભરૂચ નગર પાલિકાની વેરા વસુલાત અને મિલકતો સિલિંગ સાથે નળ જોડાણ કાપવાની ઝુંબેશ આગળ ધપી રહી છે. મિલકત વેરાના જુના બાકીદારોને આઝાદી કા અમૃત મહોત્સવ મુખ્યમંત્રી પ્રોત્સાહક યોજનાનો લાભ લેવા ભરૂચ નગર પાલિકાના કારોબારી ચેરમેન નરેશ સુથારવાલાએ છેલ્લી ઘડીએ અપીલ કરી છે. 31 માર્ચ સુધીમાં ભરૂચ શહેરના જૂની બાકી મિલ્કતધારકોને વેરો ભરવો પડશે તારીખ 31 માર્ચ સુધીમાં ભરૂચ શહેરના જૂની બાકી મિલ્કત ધારકોને વેરો ભરપાઈ કરતા વ્યાજ, દંડ અને પેનલ્ટીમાંથી બચી શકશે. બાકી વ્યવસાય ધારકો પણ તેમનો જૂનો વ્યવસાય વેરો ભરી આ યોજનાનો લાભ મેળવી તેવી પણ અપીલ કરવામાં આવી છે.
1લી એપ્રિલથી બાકીદારોને પેનલ્ટી લાગશે 1લી એપ્રિલથી બાકીદારોને વ્યાજ, દંડ અને પેનલ્ટી ભરવી પડશે.તેમજ પાલિકા સિલિંગ કરેલી મિલકતોની હરરાજી કરવાની કાર્યવાહી પણ કરી શકે તેવી શકયતા છે.