Home /News /bharuch /ભરૂચ GIDCમાં સતત બીજા દિવસે બની આગની ઘટના, પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ

ભરૂચ GIDCમાં સતત બીજા દિવસે બની આગની ઘટના, પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ

ભરૂચ જીઆઈડીસીમાં લાગી આગ

Bharuch GIDC Fire: ભરૂચ જીઆઈડીસીમાં સતત બીજા દિવસે આગની ઘટના બની છે. બુધવારે વહેલી સવારે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગની ઘટના બની હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ફાઈટરના પાંચ જેટલા વાહનો પહોંચ્યા છે. ગોડાઉનની બહાર પાર્ક કરેલા વાહનો પણ આગના લપેટામાં આવ્યા છે. જોકે, આ ઘટનામાં હજુ સુધી જાનહાનીના કોઈ સમાચાર આવ્યા નથી.

વધુ જુઓ ...
ભરૂચઃ ભરૂચમાં સતત બીજા દિવસે જીઆઈડીસીમાં આગનો બનાવ બન્યો છે. પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બની છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે. આગના ધૂમાળા કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય તેટલી વિકરાળ આગની ઘટના બની છે. આ આગ કયા કારણોથી લાગી છે તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. સતત બીજા દિવસે આ પ્રકારની આગની ઘટના બનતા અહીં કામ માટે આવતા કામદારોના જીવ તાળવે ચોંટ્યા છે.

સતત બીજા દિવસે બની આગની ઘટના


મંગળવાર બાદ આજે બુધવારે પણ જીઆઈડીસીમાં આગની ઘટના બની છે. વહેલી સવારે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગની ઘટના બની હતી. બનાવ સામે આવતા ઘટના અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. હજુ સુધી આગમાં કોઈ જાનહાનીની ખબર સામે આવી નથી. આગ પર કાબૂ મેળવવા માટે 5 જેટલા ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળ પર પહોંચ્યા છે.

આ પણ વાંચોઃ કમોસમી વરસાદનું જોર ઘટ્યું, કેવું રહેશે હવામાન?

ફાયર બ્રિગેડની સાથે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો છે. જોકે, આગ કયા કારણોથી લાગી છે તે કારણ સામે આવ્યું નથી અને આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. આગ પર કાબૂ મેળવવા માટે જીઆઈડીસીની સાથે અંક્લેશ્વરથી પણ ફાયર ફાઈટર પહોંચ્યા છે.


જાનહાનીના સમાચાર નહીં


આગનું સ્વરૂપ વધુ વિકરાળ હોવાથી આસપાસમાં આવેલી કંપનીઓ સુધી આગ ફેલાય નહીં તે માટેના પ્રયાસો ફાયર વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે. હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર આવ્યા નથી. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા અહીં નજીકમાં પાર્ક કરવામાં આવેલા વાહનો પણ આગના લપેટામાં આવી ગયા છે.


આગની ઘટના અંગે જાણ થતાં અહીં લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. હવે આ આગ લાગવા પાછળનું કારણ શું છે તે અંગે તપાસ સાથે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
First published:

Tags: 5 fire tenders, Bharuch, Gujarati news