Home /News /bharuch /Bharuch news: કેમિકલ વગરની કેરી ગ્રાહકોને આપવી એ જ આ ખેડૂતનો જીવનમંત્ર

Bharuch news: કેમિકલ વગરની કેરી ગ્રાહકોને આપવી એ જ આ ખેડૂતનો જીવનમંત્ર

X
અંકલેશ્વર

અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ખાતે રહેતા ખેડૂત પ્રગતિશીલ ખેડૂત સુરેશ ઠાકોર છેલ્લા 25 વર્ષથી વિના કેમિકલ કે અન્ય કોઈપણ જાતની દવા કે ખાતર વિના આંબાની ખેતી કરે છે. જેઓના આંબાવાડિયામાં આંબાના 25થી વધુ ઝાડ છે જેમાં કેસર કેરીના વધુ આંબા છે. આ તમામ આંબાઓ પર 50 ટકા કેરી થાય છે પરંતુ તે સંપૂર્ણ ઓર્ગેનિક રીતે પકવવામાં આવે છે.

અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ખાતે રહેતા ખેડૂત પ્રગતિશીલ ખેડૂત સુરેશ ઠાકોર છેલ્લા 25 વર્ષથી વિના કેમિકલ કે અન્ય કોઈપણ જાતની દવા કે ખાતર વિના આંબાની ખેતી કરે છે. જેઓના આંબાવાડિયામાં આંબાના 25થી વધુ ઝાડ છે જેમાં કેસર કેરીના વધુ આંબા છે. આ તમામ આંબાઓ પર 50 ટકા કેરી થાય છે પરંતુ તે સંપૂર્ણ ઓર્ગેનિક રીતે પકવવામાં આવે છે.

વધુ જુઓ ...
    Aarti Machhi, Bharuch : ગ્લોબલ વોર્મિંગના જમાનામાં બદલાતા વાતાવરણ વચ્ચે ખાવા-પીવાની તમામ વસ્તુઓ કેમિકલના ઉપયોગ વિના શક્ય જ નથી. આવા  સંજોગો વચ્ચે ભરૂચ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે કેમિકલયુક્ત દવા અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા ખેડૂતોના મગજ ખોલી નાખે તેવો પ્રયોગ કર્યો છે.

    ખેડૂત છેલ્લા 25 વર્ષથી ઓર્ગેનિક ખેતી સાથે સંકળાયેલા છે
    અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ખાતે રહેતા ખેડૂત પ્રગતિશીલ ખેડૂત સુરેશ ઠાકોર છેલ્લા 25 વર્ષથી કેમિકલ વગર અને જંતુનાશક વિના આંબાની ખેતી કરે છે.  તેમના આંબાવાડિયામાં આંબાનાં 25થી વધુ ઝાડ છે. આ વાડીમાં કેસર કેરીનાં આંબા વધુ છે. આ તમામ આંબાઓ સંપૂર્ણ ઓર્ગેનિક રીતે પકવવામાં આવે છે તેમ ખેડૂત જણાવે છે.
    ખેડૂત ગાય આધારિત ખેતી કરી સારુ ઉત્પાદન મેળવે છે
    ખેડૂત ગાયનું ગોબર,મળમૂત્ર અને ગોળનો ઉપયોગ કરી તેને અઠવાડિયા સુંધી મૂકી રાખી તેને કુદરતી રીતે આથી તે ખાતર આંબા થડ અને પ્રવાહીને દવા તરીકે ઝાડ ઉપર કેરી પર છંટકાવ કરે છે જેથી કોઈપણ જાતના જંતુ કે કીડા,જીવાત ફરી ઝાડ ઉપર આવતા કે બેસતા નથી. આ સિવાય, ફળને પોષણ મળે છે તેમ ખેડૂત જણાવે છે.

    ખેડૂત પોતાના આંબાવાડિયામાં 100 ટકા પાક ઉતારે છે
    ઓર્ગેનિક ખેડૂત તરીકેની છાપ ધરાવનાર ખેડૂત પોતાના આંબાવાડિયામાં 100 ટકા પાક ઉતારે એના માટે ખુશ નથી પણ પોતાની પાસેથી ખરીદી કરી લઈ જતા ગ્રાહકોનાં આરોગ્ય જેટલું તંદુરસ્ત રહે એ માટે તેઓની મહેનતનું ફળ હોવાનું માની રહ્યા છે. ઓર્ગેનિક ખેતી માટે જાણીતા બનેલ પ્રગતિશીલ આ ખેડૂતનો આખો પરિવાર ખેડૂત ઉપર નિર્ભર હોવાથી ખેડૂત તજજ્ઞો પણ આવા ખેડૂતની સૂઝબૂઝથી અન્ય ખેડૂતોને પણ ઓર્ગેનિક ખાતર,ઓર્ગેનિક દવા બનાવી લોકોના સ્વસ્થ્ય આધારિત ખેતી પર ધ્યાન આપે તો વધુ સારી ખેતી થઈ શકે તેમ છે.
    First published:

    Tags: Bharuch, Local 18

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો