Home /News /bharuch /Bharuch news: ભરૂચનાં ખેડૂતની બી વગરનાં ખાટા લીંબુની મીઠી ખેતી

Bharuch news: ભરૂચનાં ખેડૂતની બી વગરનાં ખાટા લીંબુની મીઠી ખેતી

X
ભરુચ

ભરુચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ગામના ખેડૂત ભરતભાઇ પટેલે ધોરણ 12 સુંધી અભ્યાસ કર્યો છે. તેઓ વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે.

ભરુચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ગામના ખેડૂત ભરતભાઇ પટેલે ધોરણ 12 સુંધી અભ્યાસ કર્યો છે. તેઓ વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે.

    Aarti Machhi, Bharuch: ભરૂચના અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ વિસ્તારમાં ઓર્ગેનિક પદ્ધતિથી ખેડૂત લીંબુની ખેતી કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. વન વિભાગનાં માધ્યમથી મળેલા એક છોડની અનેક કલમો બનાવી બી વગરના લીંબુ ખેડૂતે ઉગાડયાં છે.

    ભરુચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ગામના ખેડૂત ભરતભાઇ પટેલે ધોરણ 12 સુંધી અભ્યાસ કર્યો છે. તેઓ વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે. તેઓ કંઇક નવું કરવા માટે જાણીતા છે. ભરતભાઇ પટેલને તેમના પ્રયોગોને કારણે પ્રગતિશીલ ખેડૂતનો એવોર્ડ પણ મળ્યો છે. તેઓ અવારનવાર વન વિભાગની બેઠકમાં જાય છે. આવી જ એક મિટિંગ દરમિયાન વન વિભાગ તરફથી લીંબુનો છોડ આપવામાં આવ્યો હતો.



    તેમણે ઘરમાં ખાવા પૂરતા જ તે છોડ ઉગાડ્યો હતો. જો કે બી વગરના અને સારા લીંબુ થતા ખેડૂતે જાતે જ તેની કલમ બનાવી હાલ લીંબુની ખેતી કરી રહ્યા છે. હાલ માર્કેટમાં લીંબુનો ભાવ પણ ખૂબ વધારે છે ત્યારે પ્રગતિશીલ ખેડૂતે જાતે જ કલમ કરીને બનાવેલા છોડથી તેઓ સારી આવક મેળવી રહ્યા છે. ભરતભાઇ પટેલે સિડલેસ લીંબુડીના છોડ કલમ કરીને 10 વર્ષ પહેલા વાવ્યા હતા.

    હાલ માર્કેટમાં લીંબુના ભાવમાં વધારો
    ખેડૂત સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. ખેડૂત આ ખેતીમાં કોઈ પણ જાતનું કેમિકલનો વપરાશ કરતા નથી. તો ખેડૂતને સીડલેશ એટલે કે બી વગરના લીંબુઓનું સારું ઉત્પાદન મળી રહે છે. હાલ લીંબુ માર્કેટમાં વેપારીઓ 100 રૂપિયા ભાવે વેચાણ કરે છે. જો કે ખેડૂત તેને 50 રૂપિયાના ભાવે આપે છે.
    સીડલેસ લીંબુના ઝાડ ઉપરથી 10 કિલો કે તેથી વધુ ઝૂમખાબંધ લીંબુ ઉતરે છે


    સીડલેસ લીંબુના ઝાડ ઉપર એક સાથે 10 નહીં પરંતુ 10 કિલો કે તેથી વધુ ઝૂમખાં બંધ લીંબુ છોડ ઉપર ઝૂલતા નજરે પડી રહ્યા છે.ખેડૂતની આવડત અને નવું કરવાની જિજ્ઞાસા તેઓની સૂઝબૂઝથી પ્રગતિશીલ ખેડૂતની યાદીમાં સ્થાન અપાવે છે.


    સીડલેસ લીંબુના અનેક ફાયદા
    લીંબુના ફાયદા વિશે તમામ લોકો જાણતા જ હોય છે ફક્ત શરબત નહીં લીંબુ દરેક જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે લીંબુના સેવનથી શરીરમાં એનર્જી સાથે ડીહાઇડ્રેશનમાં રાહત આપે છે. જેથી લીંબુનું સેવન અનેક રીતે ગુણકારી હોય છે.
    First published:

    Tags: Bharuch, Local 18

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો