જુના બોરભાઠા બેટના એસ.એસ.સી પાસ ખેડૂતે કરી ઓર્ગેનિક બ્રોકોલીની ખેતી
ભરૂચનાં અંકલેશ્વરનાં યુવા ખેડૂતે બ્રોકોલીની ખેતી કરી છે. ઓગ્રેનીક પદ્ધતિથી ખેતી કરી છે. બ્રોકોલીનાં 500 પ્લોટ વાવ્યા છે. બજારમાં એક કિલોનાં 40 થી 50 રૂપિયા ભાવ મળી રહ્યાં છે. એટલું જ નહી કેળની વચ્ચે બ્રોકોલીનું વાવેતર કર્યું છે.
Aarti Machhi, Bharuch : ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટના ખેડૂત પંકજભાઈ ભગવાનભાઈ પટેલ નાનપણથી જ ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂત પંકજભાઈ ભગવાનભાઈ પટેલે ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે.
ભરૂચ- અંકલેશ્વર વચ્ચે ખેડૂત ઓર્ગેનિક પદ્ધતિથી બ્રોકોલીની ખેતી કરી સારું ઉત્પાદન મેળવે છે. કુલ 10 વીઘા જમીનમાં ખેતી કરી રહ્યા છે. ચાલુ વર્ષે ખેડૂતે સંપૂર્ણ 1 વીઘા જમીનમાં ઓર્ગેનિક ખેતી કરી છે.
કેળની વચ્ચે ઓર્ગેનિક બ્રોકોલીની ખેતી કરી છે. ખેડૂતે ટામેટા, રીંગણ, બ્રોકોલીની ખેતી કરી છે. ખેડૂત પંકજભાઈ ભગવાનભાઈ પટેલે ખેતરમાં બ્રોકોલીના 500 પ્લાન્ટ લગાવ્યા છે.
બ્રોકોલીને કેવી જમીન માફક આવે છે
બ્રોકોલીને અલગ અલગ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. પરંતુ ઉચ્ચ ઓર્ગેનિક પ્રકાર ધરાવતી રેતાળ જમીન બ્રોકોલી માટે વધુ માફક માનવામાં આવે છે. બ્રોકોલીની રોપણી પહેલા ખેતરને સારી રીતે તૈયાર કરવું ખુબ જ જરૂરી છે.
બ્રોકોલીનો માર્કેટ ભાવ શું ?
સામાન્ય રીતે ખેતીમાં બ્રોકોલીને 10 થી 12 દિવસના અંતરે પાણી આપવું પડે છે. પ્રથમ બે સિંચાઈ પછી હોઇંગ દ્વારા નીંદણ દૂર કરવામાં આવે છે. બ્રોકલીમાં ખેતીલાયક જમીનને સ્વચ્છ રાખવું જરૂરી છે. બ્રોકોલીનો માર્કેટ ભાવ 40 થી 50 રૂપિયા કિલો મળે છે. માર્કેટમાં વેચાણ અર્થે આપે છે. માર્કેટમાં મણના 800 થી 1000 રૂપિયા ભાવ છે.
શાકભાજીમાં બ્રોકોલીનું સેવન સ્વાસ્થ્ય માટે ઉત્તમ
ઓર્ગેનિક બ્રોકોલી સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. શાકભાજીમાં બ્રોકોલીના સેવન કરવાથી હાડકાઓ અને દાંત મજબૂત બને છે. એમાં ઘણી માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે. હાડકાઓ અને દાંતને મજબૂત બનાવવામાં ફાયદાકારક છે. આંખો માટે બ્રોકોલી ફાયદેમંદ છે. બ્રોકોલી હૃદયની ધમનીઓને સ્વસ્થ્ય બનાવી રાખે છે. તેના સેવનથી હાર્ટ એટેક અને અન્ય બિમારીઓના થવાની આશંકા ઓછી થઈ જાય છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.