ભરૂચ શહેરમાં યોગના ક્લાસમાં યોગા શીખવા લોકોનો ધસારો જોવા મળ્યો છે. શિયાળો શરુ થતા લોકો યોગ શીખી રહ્યા છે. જુદાજુદા યોગ કરવાથી શરીરમાં અનેક ફાયદા થાય છે.અહીં 40 થી વધુ લોકો યોગ શીખી રહ્યા છે.
Aarti Machhi, Bharuch: ભારત દેશ આધ્યાત્મિક અને ધાર્મિક દ્રષ્ટિએ અનેરૂ મહત્વ ધરાવે છે. છેલ્લા 15 વર્ષથી ભારત સહિત ગુજરાત રાજ્યમાં અનેક શહેરોમાં યોગાસનના ક્લાસીસ ચાલે છે.
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં તુલસીધામ શાકમાર્કેટ નજીક 27 વર્ષે યુવતી યોગ ક્લાસ ચલાવે છે.નમ્રતા રાણાએ કોમ્પ્યુટર એન્જિનિરિંગનો અભ્યાસ કર્યો છે. લોકોને યોગની તાલીમ આપી રહી છે.
આ યુવતી યોગ કેવી રીતના કરવામાં આવે તે અંગે માહિતી આપે છે. તેમજ કયા કયા યોગથી ફાયદા થાય છે તે અંગે વિગતવાર યોગાસન શીખવા આવતા તાલીમાર્થીને માહિતગાર કરે છે.
40 થી વધુ લોકોને તાલીમ આપે છે
યોગા ટીચર નમ્રતા રાણા જૈમીત મહેતા યોગા સ્ટુડિઓમાં છેલ્લા બે વર્ષથી તાલીમ આપે છે. નાનપણથી યોગા શીખીને તાલુકા અને જિલ્લા લેવલની યોગાસન સ્પર્ધામાં ઝળકી હતી.
આ યોગને જ નમ્રતા રાણા વ્યવસાય બનાવ્યો છે.યોગ સ્ટુડિઓમાં પાંચ બેંચ પર આવતા 40થી વધુ લોકોને ટ્રેનિંગ આપે છે અને યોગાસન શીખવાડે છે.
જુદા જુદા આસનો શારીરિક તંદુરસ્તી માટે ઉપયોગી
તાલીમાર્થીઓને તાલીમ આપતી યુવતીએ ખાસ પ્રાણાયમ યોગના ફાયદા કહેતા જણાવ્યું હતું કે,પ્રાણાયામ ફેફસાને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા સાથે શ્વાસ નળીને સ્વચ્છ રાખવા સાથે શરીરને તંદુરસ્ત બનાવે છે.
અન્ય આસનો જેવા કે શીર્ષાસન મગજ સુધી રક્ત પહોંચાડી મગજને ફાયદો કરાવે છે.જ્યારે ચક્રાસન કરવાથી કરોડરજ્જુને ફાયદો થાય છે .ભરૂચ શહેરમાં યોગાસનથી થતા ફાયદાઓને લઈ લોકો પણ યોગ તરફ વળ્યા છે અને સમયાનુસાર યોગાસન કરી જવાન હિટ અને ફિટ રહેવા પ્રયાસ કરી રહ્યા છે.