અંકલેશ્વરનો એર ક્વોલીટી ઇન્ડેક્સ 300 કરતા વધુ અંક સાથે સૌથી ખરાબ સ્તરે હાલ નોંધાઇ રહ્યો છે. શિયાળામાં ધૂમમ્સ અને ભેજને લઈ પ્રદુષણનું સ્તર અંકલેશ્વરમાં ગંભીર રીતે ઉચકાયું છે અને અંકલેશ્વરની હવા શ્વાસ લેવા માટે બિન આરોગ્યપ્રદ બની રહી છે.રાજ્યમાં સૌથી ખરાબ હવા પ્રદુષણના આંકમાં સુરત 320 એક્યુઆઈ બાદ અંકલેશ્વરમાં પ્રદૂષણ ખરાબ સ્તરે ચાલી રહ્યું છે. ઔધોગિક ધુમાડા, વાહનોના પ્રદુષણ, શહેરીકરણ અને ખરાબ માર્ગોના કારણે અંકલેશ્વરની હવા અતિ ખરાબ સ્તરે પહોંચી ગઈ છે. જેને સુધારવામાં જીપીસીબી, તંત્ર અને ઉધોગોએ અસરકારક પગલાં નહિ લીધા તો લોકોને આગામી સમયમાં અનેક શારીરિક તકલીફોનો ભોગ બનવું પડેશે. કોરોના બાદ પ્રદુષિત હવાથી બચવા અંકલેશ્વરના નગરજનોને માસ્કનો સહારો લેવાની નોબત આવી શકે છે.
પ્રદૂષણને કારણે ગામડાના લોકો મુશ્કેલીમાં મુકાયા
અંકલેશ્વર જીઆઇડીસીની ચારો તરફ આવેલા જીતાલી, ડોઢાલ,સારંગપુર સહિતના ગામોમાં પ્રદૂષણને કારણે સવાર, સાંજ અને ઠંડા વાતાવરણમાં પ્રદૂષણને લઇ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તેવા સમયે સરકાર અને જીઆઇડીસીએ પણ યોગ્ય પગલા ભરી આ પ્રદૂષણની માત્રા કેવી રીતે ઘટે તે દિશામાં પગલાં લેવા જોઈએ.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: AQI, Bharuch, Local 18, Polluter