ભરૂચઃ અંકલેશ્વરના છાપરા ગામે 14 વર્ષીય કિશોરી પર પાંચ શખસો દ્વારા સામૂહિક દુષ્કર્મ કરવાની ઘટના બની છે. ઇજાગ્રસ્ત પીડિત સગીરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
મળતી વધુ વિગત મુજબ, અંકલેશ્વરના છાપરા ગામે બકરા ચારાવવા ગયેલી 14 વર્ષીય કિશોરીને રસ્તા પરથી ઉપાડી જઈ પાંચ શખસો દ્વારા સામૂહિક દુષ્કર્મ કરાયું હોવાનો આરોપ છે. ઇજાગ્રસ્ત-પીડિત કિશોરીને સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ આગળ તપાસ કરી રહી છે.