Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લા આયુર્વેદિક શાખા દ્વારા અવાર નવાર આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં સારવાર નિદાન અને આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવામાં આવે છે. કોરોના કાળમાં આયુર્વેદિક દવાઓનો વિતરણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા આયુર્વેદિક શાખા દ્વારા વિવિધ તાલુકાઓમાં આયુર્વેદિક કેમ્પો કરવામાં આવે છે અને લોકોને આયુર્વેદિક ઉકાળો, આયુર્વેદિક દવાઓ આપવામાં આવે છે અને હોમિયોપેથિક નિદાન કરવામાં આવે છે. ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા દ્વારા આયુષ મેળા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો લાભ લેવા લોકોને અપીલ કરવામાં આવી છે.
રવિવારના સવારે 8.30 કલાકે દાંડિયા બજાર ખાતે કેમ્પ
કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ ઉપસ્થિત રહેશે.આયુષ મેળા સમારોહ તા.18 ડિસેમ્બર 2022ના રવિવારના સવારે 8.30 કલાકે દાંડિયા બજાર, મિશ્રશાળા નં 6, ભરૂચ ખાતે યોજશે.
આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ હરદિન હરઘર આયુર્વેદ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા નિર્દેશીત આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, ભરૂચ દ્વારા દાંડિયા બજારમાં રવિવારના રોજ આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આયુષ મેળો તથા આયુર્વેદ તથા હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પના વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજવામા આવનાર છે.
લોકો આયુર્વેદિક દવાઓ અને સારવાર મેળવે તે માટે પ્રયાસો
કેમ્પ થકી લોકો આયુર્વેદિક દવાઓ અને સારવાર મેળવે તે માટે આયુર્વેદિક શાખા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં આવેલા વિવિધ તાલુકાઓ અને ગામડાઓમાં દર માસે આયુર્વેદિક વિભાગ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પમાં લોકોને સારવાર અને દવાઓ વિના મૂલ્ય આપવામાં આવે છે.