ભરૂચ જિલ્લામાં પણ ક્રિકેટ ક્ષેત્રે પ્રગતિ થાય તે હેતુથી 150 કિમીની ઝડપે બોલિંગ કરતા ઓટોમેટિક બોલિંગ મશીન વસાવવામાં આવ્યું છે.આજરોજ રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બીડીસીએના પ્રમુખ દુષ્યંત પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું,
Aarti Machhi, Bharuch: ભારત ક્રિકેટ ક્ષેત્રે દુનિયામાં સતત પ્રગતિ કરી રહ્યું છે. ત્યારે દેશની સૌથી પ્રાચીન નગરી ભરૂચ પણ કંઈ રીતે પાછળ રહી શકે. ભરૂચના ખેલાડીઓ પણ ડોમેસ્ટિકથી આંતરરાષ્ટ્રીય લેવલ સુધી પહોંચે તે માટે ઓટોમેટિક બોલિંગ મશીન વસાવવામાં આવ્યું છે.
ભરૂચ રેલવે ગ્રાઉન્ડ ક્રિકેટ એકેડમી માટે BDCA એ લીધા બાદ હવે સારા બેસ્ટમેન તૈયાર કરવા અંદાજે રૂપિયા 2 લાખના ખર્ચે ઓટોમેટિક બોલિંગ મશીન ખરીદવામાં આવ્યું છે. જે ભરૂચ જિલ્લાના ક્રિકેટરો માટે વધુ એક સારા સમાચાર છે.
બોલિંગ મશીન એકડેમીના ખેલાડીઓ માટે ખૂલ્લું મુકાયું
ભરૂચ રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર જિલ્લા ક્રિકેટ આસોસિએશન દ્વારા નવુ બોલિંગ મશીન એકડેમીના ખેલાડીઓ માટે ખૂલ્લું મુકવામાં આવ્યું હતું. ક્રિકેટ આસોસિએશનના પ્રમુખ અને ભરૂચના માજી ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે બોલિંગ મશીનને ખુલ્લું મુકવા આવ્યું હતું.પરંતુ હંમેશા ઉદાર સ્વભાવના દુષ્યંતભાઈ પટેલે એકડેમીના સૌથી નાની વયના ખેલાડી પાસે મશીનાના લોકાર્પણનો કાર્યક્રમ કરાવ્યો હતો.
એકેડમી સાથે હાલ 200 જેટલા ખેલાડી જોડાયેલા છે
કાર્યકમમા ભરૂચ જિલ્લા ક્રિકેટ આસોસિએશનના ઇસ્તીયાક પઠાણ, સંજય પટેલ, ઇસ્માઇલ મતદાર, નિશાંત મોદી, સંકેત પટેલ સહિતના સભ્યો, એકડેમીના ખેલાડીઓ અને ખેલાડીઓના વાલીઓ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા. એકેડમી સાથે હાલ 200 જેટલા ખેલાડી જોડાયેલા છે.
બોલિંગ મશીનની વિશેષતાઓ, 150 કિમી ઝડપે બોલ ફેંકશે
બેટ્સમેનોની ટેકનિકને વધુ શાનદાર બનાવવા માટે આ મશીન બેટરોને તેની મનપસંદ બોલ નાખવામાં સક્ષમ છે.અને ઝડપમાં આ આંતરરાષ્ટ્રીય સ્તરના બોલરોને પણ પાછળ છોડી શકે છે.
આ બોલિંગ મશીન ઑટોમેટિક બોલિંગ મશીન છે, જે 150 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી બોલ ફેંકી શકશે. આ મશીન દરેક પ્રકારની બોલ ફેંકશે.