Home /News /bharuch /Bharuch : ભીમ અને હિડિંબાએ કડિયા ડુંગરમાં કર્યા હતા લગ્ન, પાંડવોએ 16 ગુફા બનાવ્યાની લોકવાયકા

Bharuch : ભીમ અને હિડિંબાએ કડિયા ડુંગરમાં કર્યા હતા લગ્ન, પાંડવોએ 16 ગુફા બનાવ્યાની લોકવાયકા

X
ઝઘડિયા

ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગર આવેલો છે. લોકમાન્યતા મુજબ અહીં પાંડવો રોકાયા હતાં. અહીં ભીમ અને હિડિંબાએ લગ્ન કર્યાં હતાં. પાંડવોએ 16 ગુફા બનાવી હતી. કડિયા ડુંગરમાં ગુપ્તેશ્વર કુંડ આવેલો છે, જેમાં બારેમાસ વરસાદનું પાણી રહે છે.

ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગર આવેલો છે. લોકમાન્યતા મુજબ અહીં પાંડવો રોકાયા હતાં. અહીં ભીમ અને હિડિંબાએ લગ્ન કર્યાં હતાં. પાંડવોએ 16 ગુફા બનાવી હતી. કડિયા ડુંગરમાં ગુપ્તેશ્વર કુંડ આવેલો છે, જેમાં બારેમાસ વરસાદનું પાણી રહે છે.

    Aarti Machhi, Bharuch : ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં ઝાઝપોર ગામમાં પથ્થરથી બનેલો પર્વત છે. આ પર્વતમાં અનેક પ્રાચીન ગુફાઓ છે. કહેવાય છે કે, વનવાસ દરમિયાન પાંડવો કડિયા ડુંગરમાં રહ્યાં હતાં.


    કડિયા ડુંગર સાથે પૌરાણિક કથા સંકળાયેલી છે. પાંડવો ગુપ્તવાસમાં ફરતા ફરતા આવ્યા હતા. દરમિયાન ભીમને પાણીની તરસ લાગી હતી. તરસ છીપાવવા જંગલમાં ગયા અને ત્યા હિડિંબા રાક્ષસી હીંચકા ખાઈ રહી હતી. જેની પાસે ભીમે પાણી માંગ્યુ જેને રાક્ષસીની આજ્ઞાથી તેના સેવકોએ ભીમને એક ડોલ પાણી આપ્યું હતી. તે સમયે ધાર્યા કરતા 4 ડોલથી વધુ પાણી પીતા રાક્ષસી હિડિંબાને થયું નક્કી કોઈ મહાન મનુષ્ય હોવાનો ખ્યાલ આવી ગયો હતો. બાદ ભીમ સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્ય્ક્ત કરી હતી.

    ભીમનાં પગલનાં નિશાન હોવાની માન્યતા
    રાક્ષસી હિંડીબાએ ભીમની તાકાત માપવા માટે હિંચકો હલાવવા માટે ભીમને કહ્યું હતું. ભીમે હિંચકો એટલો જોરથી નાખ્યો કે આખો હિંચકો ફરી ગયો હતો અને ભીમનો ડાબો પગ ડુંગરમાં ઘૂસ્યો એ નિશાન આજે પણ અહીયા હયાત છે.
    કડિયા ડુંગરની ટોચ પર હિડિંબા અને ભીમે લગ્ન કર્યા
    કડિયા ડુંગરની ટોચ પર હિડિંબા રાક્ષસી અને ભીમે લગ્ન કરવાનું નક્કી થયું હતું. ભીમે લગ્ન કરતા પહેલા શાસ્ત્ર મુજબ ભગવાન ગણેશની સ્થાપના કરવાનું કહેતા હિડિંબાએ હા કહેતા જ ભીમે ગણેશજીના રહેવા માટે ત્યાં ગુફા બનાવી હતી. ગુફાનું નામ ગણેશ ગુફા છે.

    બાદ લગ્નમાં આશીર્વાદ આપવા માટે નારદ મુનિને બોલાવ્યા હતાં. બેઠક માટે ગાદી બનાવી હતી. ડુંગરની પશ્ચિમ દિશા તરફ શંકર ભગવાનના મંદિરનું નિર્માણ કર્યું છે. કડિયા ડુંગર ઉપર ગુફામાં મનસાદેવી અને ગુપ્તેશ્વર મહાદેવ બિરાજમાન છે. કડિયા ડુંગરની ટોચ પર હિડિંબા અને ભીમે લગ્ન કર્યા હતા.


    દર વર્ષે ઋષિપંચમીના દિવસે કડિયા ડુંગર પર ભાતીગળ મેળો ભરાય છે
    બાહુબલી ભીમ અને હિડિંબાના લગ્ન થયા તે દિવસ ઋષિપંચમી હતો. આજે પણ ઋષિપંચમીના દિવસે ભાતીગળ મેળો યોજાય છે અને દૂર દૂરથી શ્રદ્ધાળુઓનું ઉમટી પડે છે.મેળોનો આંનદ ઉઠાવે છે.
    આ સ્થળ કંઈ રીતે કડિયો ડુંગર કહેવાયો ?
    ભીમે પાંચેય ભાઈઓ સહિત માતા કુંતીના રહેવા માટે ડુંગરમાં કડિયા જેવી મજૂરી કરીને 16 ગુફાઓનું નિર્માણ કર્યું હતું. તેથી આ ડુંગર કડિયો ડુંગર તરીકે ઓળખાય છે.
    કડિયા ડુંગરને હિડિંબા વન તરીકે પણ ઓળખવામાં આવે છે
    દંત કથા અનુસાર વિંધ્યાચલ પર્વતની પુત્રી રાક્ષસી હિડિંબા અષ્ટવક્ર ઋષિ પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન હિડિંબા રાક્ષી હસી પડી જેથી ઋષિએ તેણીને શ્રાપ આપ્યો હતો. જેના કારણે વનમાં અહીંયા આવી હતી. આ સ્થળને હિડિંબા વન તરીકે પણ ઓળખવામાં આવે છે. કડિયા ડુંગરનું સંચાલન ઘણા વર્ષોથી તપસ્વી સ્વર્ગીય ગંગાદાસબાપુ કરતા હતા. તેમના નિધન બાદ તેઓના અનુયાયીઓઓ સંચાલન કરી રહ્યા છે.



    કડિયા ડુંગર પર અનેક લોકો દૂર દૂરથી ફરવા માટે આવે છે
    કડિયા ડુંગરનો વિસ્તાર પહાડો અને વનરાજીથી ઘેરાયેલો હોવાથી લોકો ફરવા માટે પણ આવે છે. કડિયા ડુંગર પર ગુપ્તેશ્વર કુંડ (વાવ) આવેલો છે. આ કુંડ બારેમાસ વરસાદના પાણીથી ભરેલો રહેલો છે. કડિયા ડુંગર જવા માટે ભરૂચ અને અંકલેશ્વર તેમજ રાજપીપળા,નેત્રંગ આમ ચારે દિશાઓમાંથી આવી શકાય છે.
    First published:

    Tags: Bharuch, Bhim, Local 18, Mahabharat