ભરૂચના રહેણાંક વિસ્તારોમાં પ્રકૃતિ પ્રેમીઓ ચબુતરા બનાવવા આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં રાજસ્થાનના શિરોહી વિસ્તારના કારીગરો ચબૂતરાઓ બનાવી રહ્યા છે.તેઓને આ રજવાડી અને રાજસ્થાની સ્ટાઈલના ચબૂતરા બનાવવા માટે ઓર્ડરો મળી રહ્યા છે.
Aarti Machhi, Bharuch: ભારતમાં ઠેર ઠેર ઉંચા મિનારા ઉપર ચબૂતરા બાંધેલા જોવા મળે છે. તો ગુજરાત રાજ્યમાં પણ ટાવર જેવા ઊંચા મીનારાઓ પર ચબૂતરા બાંધવામાં આવે છે. પક્ષીઓના સંરક્ષણ માટે હવે કુત્રિમ ચબૂતરા રાજસ્થાનના કારીગરો બનાવી શહેરમાં વેચાણ કરી રહ્યા છે.
રાજસ્થાનના શિરોહી વિસ્તારના કારીગરો કૃત્રિમ ચબુતરાઓ બનાવે છે
સાંપ્રત સમયમાં જંગલો નષ્ટ થતા પશુ-પક્ષીઓ માટે રહેણાંક વિસ્તારોમાં પ્રકૃતિ પ્રેમીઓ ચબુતરા બનાવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં વિવિધ રાજસ્થાનના શિરોહી વિસ્તારના કારીગરો નજરે પડ્યા છે. જેઓ કૃત્રિમ ચબુતરાઓનું નિર્માણ કરી રહ્યા છે. અને તેને બનાવી વેચાણ કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં દરેક ગામોમાં ચબૂતરા નજરે પડતા હોય છે ગ્રામજનો શહેરીજનો પણ પક્ષીઓ માટે દયાભાવ કેળવતા હોય જેથી તેઓના ઘરે કે વિસ્તારમાં ચબૂતરો જોવા મળતો હોય છે હાલ સાંપ્રત સમયમાં પક્ષીઓ રહી શકે તે માટે પક્ષી પ્રેમીઓ પોતાના ઘરની બહાર ચબૂતરો લગાવી શકે તે માટે તૈયાર ચબૂતરાઓ બજારમાં આસાનીથી મળી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના કેટલાક તાલુકાની વાત કરીએ વાલિયા,ઝઘડિયા અને અંકલેશ્વર, ભરૂચમાં કબૂતર ખાના જેવા વિસ્તારના નામો ચબૂતરા પરથી પડ્યા છે જે નામો પક્ષી પ્રેમીઓ માટે દયાભાવ બતાવે છે લોકો પોતાના વિસ્તારમાં પક્ષીઓના આશ્રય માટે કૃત્રિમ ચબૂતરા બનાવી મૂકી રહ્યા છે તો કેટલાક વિસ્તારોમાં વર્ષોથી જ ચબૂતરાનું અસ્તિત્વ જોવા મળે છે.
ચબૂતરાઓ રૂપિયા 300થી લઇ 4500 સુધીની રેન્જમાં વેચાઈ છે તેઓ આ ચબૂતરાઓમાં ચકલા માળો બાંધી શકે અને બચ્ચા મૂકી શકે એવી વ્યવસ્થા હોય છે. આ ચબુતરાની વાત કરીએ કારીગરોએ તૈયાર કરેલ ચબુતરા રૂપિયા 300થી લઇ 4500 સુધીની રેન્જમાં વેચાઈ રહ્યા છે.
પક્ષી પ્રેમીઓ ચબુતરાઓની ખરીદી કરે છે
રાજસ્થાની કારીગરો પાસેથી પક્ષી પ્રેમીઓ ચબુતરાઓની ખરીદી કરી રહ્યા છે કૃત્રિમ ચબુતરા લોકોમાં આકર્ષણ જન્માવી રહ્યા હોવાથી લોકો પણ ખરીદી કરી રહ્યા છે. અને ચબૂતરાઓમાં પક્ષીઓનું સંરક્ષણ કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર