
કોંગ્રેસના વરીષ્ઠ નેતા અને વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા ચુંટણી ટાણે જ કોંગ્રેસથી નારાજ હોવાની વાતો વહેતી થઇ છે. ત્યારે કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. શંકરસિંહ કોંગ્રેસ છોડી શકે છે તેવી રાજકીય અટકણો પણ વહેતી થઇ છે ત્યારે આ તમામનો ફાયદો વિધાનસભા ચુંટણીમાં ભાજપ કે અન્ય કોઇ ઉઠાવી કોંગ્રેસને નુકશાન ન કરી શકે તે માટે બાપુને મનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે.