Home /News /bharuch /Bharuch: પાંચ પુલ જર્જરિત હાલતમાં, 20 મેટ્રિક ટનનાં વાહન પર પ્રતિબંધ મુકાયો

Bharuch: પાંચ પુલ જર્જરિત હાલતમાં, 20 મેટ્રિક ટનનાં વાહન પર પ્રતિબંધ મુકાયો

વાગરા અને આમોદના પાંચ જર્જરીત ખાડી બ્રિજ પર ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ...

ભરૂચ જિલ્લામાં પાંચ પુલ જર્જરિત બન્યાં છે. આ પુલ નવા બનાવવા જરૂરી છે. ત્યારે પુલ નવા ન બને ત્યા સુધી 20 મેટ્રિક ટન કરતા ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જિલ્લા કલકેટરે જાહેરનામુ બહાર પાડ્યું છે.

Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લાના અનેક માર્ગો અત્યંત જર્જરિત બન્યા છે. તેમજ અનેક બ્રિજ જર્જરિત બનતા તેનું સમારકામ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. ભરૂચ જિલ્લાના આમોદથી આછોદ ગામે જતા વચ્ચે ભુખી ખાડીનો પુલ આવે છે સરભાણ રોડ પ૨નો ભુખી ખાડીનો પુલ અત્યંત જજરીત બન્યો છે. તેને પગલે વાહન ચાલકોને હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો છે. તેમજ વાગરા તાલુકામાં પણ ભુખી ખાડી બ્રીજ, બદલપુરા ખાડી બ્રીજ અને અલાદર ખાડી બ્રીજ પણ જર્જરિત બન્યા છે.

પાંચ પુલ ઉપર આ વાહનનાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મકુવામાં આવ્યો

ભરૂચ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભુખી ખાડી બ્રીજ, બદલપુરા ખાડી બ્રીજ, અલાદર ખાડી બ્રીજને તોડીને નવા પુલ બનાવવામાં આવે ત્યાં સુધી પ્રતિ બંધાત્મ ક જાહેરનામું જારી કર્યું છે. પાંચેય બ્રિજ તોડીને નવા ન બનાવાય ત્યાં સુધી 20 મેટ્રિક ટન કરતા ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.



નવા પુલ ન બને ત્યા સુધી હાલાકી ભોગવવી પડશે

ભરૂચ જિલ્લાના આમોદથી આછોદ ગામે જતા આવતો ભુખી ખાડીનો પુલ, સરભાણ ત્રણ રસ્તા પાસે ઈખર સરભાણ રોડ પ૨ ભુખી ખાડીનો પુલ સહિત વાગરા તાલુકામાં પણ ભુખી ખાડી બ્રીજ,



બદલપુરા ખાડી બ્રીજ અને અલાદર ખાડી બ્રીજ મળી આ પાંચેય બ્રિજ તોડીને નવા ન બનાવાય ત્યાં સુધી 20 મેટ્રિક ટન કરતા ભારે વાહનોની અવર જવર કરવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. જેઓએ ખાડી બ્રિજના સ્થાને વૈકલ્પિક માર્ગોનો અવરજવર માટે ઉપયોગ કરવાનો રહેશે.



શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Bharuch, Bridge, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો