Home /News /bharuch /Bharuch: ડિપ્લોમાં એન્વાયરેમન્ટ એન્જીનીયરિંગમાં અંકલેશ્વરનો છાત્ર રાજ્યમાં ટોપર, માતાએ શું કહ્યું?

Bharuch: ડિપ્લોમાં એન્વાયરેમન્ટ એન્જીનીયરિંગમાં અંકલેશ્વરનો છાત્ર રાજ્યમાં ટોપર, માતાએ શું કહ્યું?

X
વિદ્યાર્થી

વિદ્યાર્થી ડિપ્લોમાં એનવાયરમેન્ટ એન્જિનિયરીંગમાં ગુજરાતમાં ટોપ પર

સમગ્ર રાજ્યમાં ભરૂચની કે.જે.પોલીટેક્નિક કોલેજના ડિપ્લોમા એનવાયરમેન્ટ એન્જીનીયરિંગમાં અભ્યાસ કરતા ભૌમિત તલાવીયાએ પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. રાજયપાલનાં હસ્તે ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં છે.

Aarti Machhi, Bharuch: મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી અને મહેનત કરીને નાના શહેરનો વિદ્યાર્થી રાજ્યમાં ઝળકે તો એના પરિવારજનો માટે સપનું સાકાર કર્યો હોય તેવો અહેસાસ થાય છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલી ગાયત્રી સોસાયટીમાં રહેતા ભૌમિત જયંતભાઈ તલાવીયા ભરૂચમાં કે.જે.પોલીટેક્નિક કોલેજમાં એનવાયરમેન્ટ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. વિદ્યાર્થીએ તેનાં છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપી હતી. જેમાં તે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે ઝળકયો છે અને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.
પ્રમાણ પત્ર અને ગોલ્ડ મેડલ એનાયત કર્યો
અમદાવાદની સાયન્સ સિટી ખાતે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ભૌમિત જયંતભાઈ તલાવીયાને પ્રમાણ પત્ર અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલ,પ્રફુલ પાનસેરિયા સહિત જી.ટી.યુના વાઇસ ચાન્સેલર પંકજરાય પટેલની ઉપસ્થિતમાં ભૌમિત તલાવીયાને ગોલ્ડ મેડલથી નવાઝવામાં આવ્યા હતા.
રાજ્યમાં પ્રથમ ક્રમ હાંસલ કરતા પરિવારજનો ખુશ
રાજ્યમાં પ્રથમ ક્રમ હાંસલ કરતા વિદ્યાર્થી ભૌમિત તલાવીયાના માતા-પિતા અને પરિવારજનો ખુશીઓમાં તરબોળ બન્યા છે. વિદ્યાર્થી રાજ્યમાં પ્રથમ આવતા જ તેના ઘરે ઉજવણી કરવામાં આવી હતી.
પુત્ર ટોપર થતા માતાએ આશીર્વાદ આપી આગળ પણ વધુ પ્રગતિ કરવા શુભેચ્છાઓ પાઠવી હતી. ભૌમિત તલાવીયાને ગોલ્ડ મેડલ અને પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવતા તેની માતા નિર્મલાબેન તલાવીયાએ પુત્ર રાજ્યમાં એનવાયરમેન્ટ એન્જિનિયરિંગમાં પ્રથમ ક્રમે આવતા ગર્વ અનુભવે છે અને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, તેઓનો પુત્ર વધુ આગળ વધે અને રાજ્યનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ.

વિદ્યાર્થીએ સફળતાનો શ્રેય પરિવારજનો અને પાડોશીને આપ્યો
રાજ્યમાં ટોપર એવા ભૌમિત તલાવીયાએ તેની સફળતાનો શ્રેય તેના માતા-પિતા, ભાઈ-બહેન અને પડોશમાં રહેતા ભરતભાઈને આપ્યો છે. જેઓના માર્ગદર્શનથી જ તેણે રાજ્યમાં અન્ય વિદ્યાર્થી કરતા ઉત્તમ દેખાવ કર્યો છે.
First published:

Tags: Bharuch, Local 18

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો