Home /News /bharuch /Bharuch : પૌરાણિક જળકુંડનો ઉદ્ધાર ક્યારે ? શ્રધ્ધાળુઓમાં નિરાશા

Bharuch : પૌરાણિક જળકુંડનો ઉદ્ધાર ક્યારે ? શ્રધ્ધાળુઓમાં નિરાશા

X
યોગ્ય

યોગ્ય જાળવણીના અભાવે જળકુંડ વીસરાયો...

અંકલેશ્વરના નવા બોરભાઠા સ્થિત નર્મદા તટે માર્કંડ ઋષિએ ભગવાન શિવની આરાધના કરી એવા જળકુંડ દયનીય હાલતમાં જોવા મળતા શ્રધ્ધાળુઓમાં નિરાશા ફેલાઈ છે. પૌરાણિક જળકુંડ ખાતે આદિવાસીઓનો પરંપરાગત મેળો ભરાય છે.

Aarti Machhi,Bharuch : અંકલેશ્વરના નવા બોરભાઠા સ્થિત જળકુંડ આવેલોછે. હાલ જળકુંડનું અસ્તિત્વ જાળવણીના અભાવે જોખમમાં મુકાઈ રહ્યુ છે. તંત્ર દ્વારા તેની દેખરેખ કરવામાં આવતી નથી. અંકલેશ્વરના નવા બોરભાઠા સ્થિત આસ્થાનું કેન્દ્ર જળકુંડનું અસ્તિત્વ તંત્રની દેખરેખના અભાવે જોખમાય રહ્યું છે. અંકલેશ્વરની આધ્યાત્મિક ધરોહર મૃતપ્રાય હાલતમાં છે. જળકુંડ નામશેષ થવાની કગાર પર છે. જ્યાં આપણા આધ્યાત્મિક અવશષો નામશેષ થઇ રહ્યા છે. ધરોહરની માવજત કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

જળકુંડનું મહાત્મ્ય

પુરાણોમાં ઉલ્લેખ મુજબ માર્કંડ ઋષિ દ્વારા નવા બોરભાઠા પર આવેલા જળકુંડ સ્થિત નર્મદા તટે ભગવાન શિવની આરાધના કરી હતી. જેથી ભગવાન શિવ પ્રસન્ન થઈ અહીં લિંગ સ્વરૂપે બિરાજમાન થયા હતા. ઋષિમુનિઓ જળકુંડ સ્થિત તપ કરતા હતા. જળકુંડ અને નર્મદા તટે સ્નાન કરી કૃતાર્થ ભાગ્ય અનુભવતા હતા.કૈલાશ ટેકરી પર ભગવાન શિવ તો ભગવાન રણછોડરાયજીનું મંદિર પણ જળકુંડ સ્થિત સૈકા પૂર્વે બનેલુ છે. તેનું સ્થાપન કોણે કર્યું તે હજી સુધી જાણી શકાયું નથી. પરંતુ તેમની મૂર્તિ અતિ પ્રાચીન હોવાનું મંદિરના પૂજારી જણાવી રહ્યા છે. ભગવાન રામ સાથે અને તેના વનવાસ કાળ સાથે પણ જળકુંડ સંકળાયેલ છે.

દેવસૂતી એકાદશી પર આદિવાસીઓનો પરંપરાગત મેળો ભરાય છે

તંત્રની બેદરકારીના કારણે જળકુંડ પોતાનું અસ્તિત્વ ગુમાવી રહ્યું છે. આદિવાસીઓનો પરંપરાગત ભાતીગળ મેળો દેવસુતી એકાદશી એટલે અગિયારસના રોજ અહીં યોજવામાં આવે છે. આ દિવસોમાં આદિવાસી સમાજનો અહી મેળો ભરાય છે. જળકુંડ મેળોએ ભાતીગળ મેળો અને આગવી ઓળખ સમાન છે.અંકલેશ્વરના નવાબોઠા સ્થિત જળકુંડમાં એક સમયે લોકો સ્નાન કરી અહીં પૂજા કરી મેળો મહાલતા હતા આજે જળકુંડની દુર્દશા જોવા મળી રહી છે.ભક્તો અહીં સ્નાન કરી શકતા નથી. ત્યારે ભક્તો હવે માત્ર બે મંદિરોમાં દર્શન કરી શકે છે.

ગણેશ મહોત્સમાં અહીં પ્રતિમાનું વિસર્જન કરાયું

ગણેશ ઉત્સવ બાદ અનંત ચૌદશના રોજ ગણેશ વિસર્જન દરમિયાન ગણેશજીની પીઓપીની પ્રતિમાઓ સહિતની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે. જેને કારણે આ જળકુંડ વધુ દૂષિત બની રહ્યો છે. આધ્યાત્મિક એવા ધરોહરની જાળવણી કરવાને બદલે તંત્ર દ્વારા તેને દૂષિત થવા છોડી દીધુ હોય તેમ નજરે પડ્યું છે.ત્યારે જળકુંડમાં હજી પણ ગણેશજીની પ્રતિમાઓની દુર્દશા જોઈને ભક્તોની આસ્થા પર ઠેશ પહોંચી રહી છે.
First published:

Tags: Bharuch, Local 18, Lord Ram, Lord shiva