નોકરી પરથી મળતા સમયમાં 50 સ્વયં સેવકોની ટીમ નિઃશુલ્ક જરૂરિયાતમંદ દર્દીઓની કરે છે
ભરૂચ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં એવી સંસ્થા કાર્યરત છે, જ્યાં નોકરિયાત 50 જેટલા સ્વયંસેવકો વિના મૂલ્યે ગરીબ અને નિરાધાર વૃધ્ધોને મદદરૂપ બની રહ્યાં છે.અહીં કામ ચલાઉ સેલ્ટર હોમમાં મેડિકલ સહિત રહેવા, જમવાની સેવા પૂરી પાડી માતા-પિતાની માફક કાળજી લઈ રહ્યા છે.
Aarti Machhi, Bharuch: સેવા શબ્દ નાનો છે, પરંતુ સેવાભાવી લોકો માટે આ શબ્દ કંઈક નાનો નથી, બસ આવી જ સેવા કરે છે રાકેશભાઈ ભટ્ટ.ભરૂચ શહેરના બળેલી ખો વિસ્તારમાં રાકેશભાઈ રહે છે.તેવો જી.એન.એફ.સી કંપનીમાં નોકરી કરે છે. રાકેશભાઈ વર્ષ-1997 સેવા યજ્ઞ સમિતિની શરૂઆત કરી હતી. કોઈપણ સપોર્ટ કે લાભ વિના શરૂ કરેલી સંસ્થા નાણાંના ફાયદામાં નહી પણ સેવારૂપી ફાયદામાં આગળ વધી છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં વર્ષ 1997 થી સેવા યજ્ઞ સમિતિ કાર્યરત છે. વર્ષે 18,000થી પણ વધુ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને સંસ્થા મદદરૂપ થઈ છે. સંસ્થા દ્વારા જરૂરી મેડિકલ નીડ,સીટી સ્કેન હોસ્પિટલાઝેશન એમ્બ્યુલન્સ સ્વીફ્ટ કરવા, ભોજન કે ફૂડ પેકેટની કીટ આપવા સહિતની સેવાઓ વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ઘરડાઘરમાં વર્ષે 200થી વધુ લોકો આવે છે
સંસ્થા અનાથ ઘરડા ઘર ચલાવે છે. ઘરડા ઘરના લોકો એવા છે કે જેઓ કોઈ ખામી હોય કે રૂપિયાના અભાવે ઘરડા ઘરમાં જઇ નથી શકતા. એવા ઘરડા અનાથોને આશરો આપવામાં આવે છે. વર્ષે 200 થી 250 ઘરડા લોકો અહીંયા આવે છે અને જેમાંથી 100 જેટલાના લોકોના બીમારી કે સારવાર દરમિયાન મૃત્યુ થાય છે. બાકીના 150થી 190 જેટલા વૃધ્ધો બચી જતા હોય છે.સેવા યજ્ઞ સમિતિ રેન બસેરા યુનિટ-2 છેલ્લા બે વર્ષથી ચલાવવામાં આવે છે.
જેમાં રસ્તા રઝળતા,એસટી ડેપો, સ્ટેશન શોપિંગ સેન્ટર બહાર સુઈ રહેતા લોકો માટે અહીંયા સુવિધા પુરી પાડવામાં આવે છે.અહીં જમવાની વ્યવસ્થા હોય છે.દિવસ દરમિયાન સંસ્થા ખાતે 1200 થી 1300 ભોજનની થાળી તૈયાર કરી દર્દીઓ અને વૃધ્ધોને પીરસવામાં આવે છે. ઘરડા લોકોને સુવડાવવામાં આવે છે.
15 વર્ષથી સરકારમાં જમીન માંગે છે
હાલ સંસ્થામાં 800 થી 1 હજાર લોકોનું વેટિંગ લિસ્ટ છે. 15 વર્ષથી સરકારમાં જમીન માંગે છે. પાંચથી સાત એકર જમીન મળે તો સારામાં સારું મોડલ ઘરડાઘર બનાવવું છે. જેમાં હજારો નિરાશ્રિતો રહી શકે અને તેઓએ જ્યાં સુધી રહે ત્યાં સુધી સારી રીતે જીવી શકે એજ સંસ્થાનું નેમ છે. આ સંસ્થામાં 50 જેટલા સ્વયંસેવકો છે.જેઓ નોકરી પછીનો સમય સંસ્થાને આપે છે.
સંસ્થા ખાતે કિચનની વ્યવસ્થા છે. અહી સ્થિત નવ એમ્બ્યુલન્સ છે.આમ દોઢથી પોણા બે લાખ દર્દીઓ અન્યત્ર સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે વિના મૂલ્યે ખસેડયા છે. હજારો દર્દીઓને સંસ્થાના માધ્યમથી જીવનદાન મળ્યું છે. ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માત અને આર્થિક રીતે સક્ષમ ના હોય તેવા દર્દીઓને સંસ્થાના રાકેશભાઈ ભટ્ટ સ્વખર્ચે ઓપરેશન સહિતની સારવાર અપાવી માનવ સેવા કરે છે. તેઓની આ સેવામાં અન્ય ભાવિ સંસ્થાના સભ્યો પણ તેઓને મદદ થાય છે.
દર વર્ષે આટલી સેવા કરવામાં આવે છે
મેડિકલ સેવાઓમાં દવાઓ અને ઈન્જેકશન માસિક 162 અને વાર્ષિક 865, માસિક 33 ઓપરેશન કરાવી આપ્યા અને વાર્ષિક 176 ઓ પરેશન કરાવી આપ્યાં છે..હોસ્પિટલોમાં વાર્ષિક 60 દર્દીને દાખલ કરવી આપ્યા છે. બાળક શિશુ સારવાર માટે માસિક 6 આવ્યા અને વાર્ષિક 35 ને સારવાર આપવામાં આવી છે.મહિને 48 લોકોનું લોહીપરિક્ષણ કરવામાં આવ્યું હતું અને વાર્ષિક 230 લોકોનું લોહીપરિક્ષણ કરાવ્યુ હતુ. 281 લોકોના માસિક શરીર પરીક્ષણ કરાયા હતા અને 1297 લોકોના વાર્ષિક શરીર પરીક્ષણ કરાવ્યુ હતા.
વર્ષે 97,929 ભોજન થાળી પીરસવામાં આવી
દર્દીઓના સગા, અનાથ માણસો તથા ઘરવિહોણા લોકો માટે વર્ષે 97,929 ભોજન થાળી પીરસવામાં આવી હતી. બિનવારસી મૃતકોની વર્ષમાં 49 દફનવિધિ કરાઇ હતી.વર્ષે 31,354 લોકોને નાસ્તો આપવામાં આવ્યો હતો.ઓક્સિજન મશીન, ધાબળા, તાડપત્રી વર્ષે 1153 લોકોને આપવામાં આવ્યા હતા.સગર્ભા, ટીબી દર્દી, HIV બાળકો, અંધજન માટે અનાજ કિટ 1750 વાર્ષિક આપવામાં આવી હતી. એમ્બ્યુલન્સ દર્દીઓ માટે મફત અને રાહત દરે વર્ષે 1021 સેવાઓ આપી હતી.