Home /News /bharuch /Bharuch: નાનુભાઈએ બનાવેલી ફ્લેવર ચીકી લોકોના દાઢે વળગી, આટલા ફ્લેવરની મળે ચીકી

Bharuch: નાનુભાઈએ બનાવેલી ફ્લેવર ચીકી લોકોના દાઢે વળગી, આટલા ફ્લેવરની મળે ચીકી

X
ભરૂચ

ભરૂચ જિલ્લાના દાંડિયા બજાર વિસ્તારમાં અવનવી ફ્લેવરની ચીકીનું વેચાણ

ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા વૃદ્ધ છેલ્લા 35 વર્ષથી અનેક વેરાઈટી અને ફ્લેવરની ચીકી બનાવી વેચાણ કરે છે.તેમજ ચાલુ વર્ષે ચીકીના ભાવમાં વધારો થયો છે,પરંતુ નાનુભાઈ ભાવમાં વધારો કર્યો નથી.

Aarti Machhi, Bharuch: ભરૂચની ખારીસિંગ બાદ ચીકીની પણ બોલબાલા છે. આકાશી પર્વ ઉતરાયણને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આકાશી યુદ્ધ ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની સાથે ઊંધિયા,જલેબી,ચીકી, શેરડી, બોર આરોગવાનુ મહાત્મ્ય રહેલું છે. ખારીસીંગ માટે ભરૂચ પ્રખ્યાત છે, ત્યારે ભરૂચમાં ચીકીનું પણ મોટા પાયે ઉત્પાદન થાય છે તેમજ તેનું વેચાણ થઈ રહ્યું છે.



વર્ષોથી વિવિધ ચીકી અહીંયા મળે છે

શહેરમાં વર્ષોથી દ્રાયફ્રુટ,સિંગ માવા, રાજગરા, તલ, મુખવાસ સહિત વિવિધ ચીકીની બોલબાલા છે અને તહેવારના દિવસોમાં વેચાણ વધુ થાય છે.ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં નાનુભાઈ છેલ્લા 30 થી 35 વર્ષથી જાતે ચીકી બનાવી વેચાણ કરે છે.



નાનુભાઈના ત્યાં ચીકીના ભાવમાં કોઈ વધારો નહીં

દર વર્ષે ચીકીની કિંમત વધતી જ હોય છે, પરંતુ નાનુભાઈ લોકોને સહેલાઇથી સસ્તી અને ચોખ્ખી વસ્તુ મળે તે માટે પ્રયાસ કરે છે. હાલ ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે.



ચીકી બનાવવામાં જોતરાયા છે.અનેક વેરાયટીની ચીકીના ભાવની વાત કરીએ તો 120થી 180 રૂપિયા સુધીના ભાવે ચીકીનું વેચાણ થાય છે. હાલ ભાવ વધારા વચ્ચે પણ નાનુભાઈ જુના ભાવે જ ચીકીનું વેચાણ કરે છે.

સોનાની નગરીમાં સિંગ બાદ ચીકીનું નામ

સોનાની નગરી ભરૂચ વર્ષોથી તેની અવનવી ચીજ વસ્તુઓ માટે જાણીતું છે.એટલે જ ભરૂચમાં ખાવાની વસ્તુની વાત કરીએ તો સિંગ બાદ ચીકીનું જ નામ આવે એવું કહેવાય છે.
First published:

Tags: Bharuch, Local 18, Uttarayan

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો