Home /News /bharuch /Bharuch: મતદારોને આ બુથમાં પ્રવેશતાજ એવું લાગશે કે જાણે પ્રકૃતિના ખોળામાં આવી ગયા, જોઈ લો

Bharuch: મતદારોને આ બુથમાં પ્રવેશતાજ એવું લાગશે કે જાણે પ્રકૃતિના ખોળામાં આવી ગયા, જોઈ લો

છાણમાંથી માર્ગ અને નારિયેળીના પત્તામાંથી ગેટ, ગામડાની અનુભૂતિ થાય તેવું મતદાન 

ઊભા કરવામાં 10 જેટલા કર્મચારીઓએ સવારથી સાંજ સુધીમાં છાણમાંથી માર્ગ અને નારિયેળીના પત્તામાંથી ગેટ તેમજ ગામડાની અનુભૂતિ થાય તેવું મતદાન મથક બનાવવામાં આવ્યું છે જ્યાં તમામ કામગીરી પ્લાસ્ટિક નહિ પરંતુ કાગળની સામગ્રીનો ઉપયોગ કરાશે. આજરોજ ચૂંટણીની ક?

વધુ જુઓ ...
    Aarti Machhi, Bharuch: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચ દ્વારા તૈયારી આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે આવતી કાલે પ્રથમ તબક્કાનું મતદાન હોય બુથ ઊભા કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. તો ભરૂચ જીલ્લાની પાંચ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં લોકશાહીના પર્વની અનોખી ઉજવણી અંતર્ગત અવસર પર્વ નિમિત્તે ચૂંટણી પંચ દ્વારા દરેક વિધાનસભામાં વિશેષ ગ્રીન બૂથ ઉભા કરવામાં આવ્યા છે.

    ચૂંટણી પંચએ જીલ્લાની પાંચેય બેઠકો ઉપર પાંચ જેટલા ઇકો ફ્રેન્ડલી બુથ કાર્યરત કર્યા છે. ઇકો ફ્રેન્ડલી બૂથની વાત કરીએ તો 150 જંબુસર બેઠકના કરમાડ ગામની પ્રાથમિક શાળા સ્થિત બુથ નંબર- 93માં,151 વાગરા બેઠક ઉપર લુવારા ગામની પ્રાથમિક શાળાના પોલીંગ બુથ નંબર- 224 અને ઝગડીયા બેઠક ઉપર ઝરણા-2ના પોલીંગ બુથ એવા



    કબીરગામ ફળિયું સ્થિત બુથ નંબર-248 માં,153ભરૂચ બેઠક ઉપર નર્મદા નગર- 1 નર્મદા ફર્ટીલાઈઝર સ્કૂલના બુથ નંબર-206 તેમજ 154-અંકલેશ્વર બેઠક ઉપર ભડકોદ્રા ગામમાં સમાવિષ્ઠ એવા જી.આઈ.ડી.સી. સરદાર પટેલ પ્રાથમિક શાળા સ્થિત બુથ નંબર-211માં ધોરણ-3,સીનો રૂમ ખાતે વિશેષ ઇકો ફ્રેન્ડલી બુથ ઉભું કરવામાં આવ્યું છે. આ બુથ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.



    ઇકો ફ્રેન્ડલી બુથ ઊભા કરવામાં 10 જેટલા કર્મચારીઓએ સવારથી સાંજ સુધીમાં છાણમાંથી માર્ગ અને નારિયેળીના પત્તામાંથી ગેટ તેમજ ગામડાની અનુભૂતિ થાય તેવું મતદાન મથક બનાવવામાં આવ્યું છે.



    જ્યાં તમામ કામગીરી પ્લાસ્ટિક નહિ પરંતુ કાગળની સામગ્રીનો ઉપયોગ કરાશે. આજરોજ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.



    ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-2022 અન્વયે પ્રથમ તબક્કામાં તા.1 લી ડિસેમ્બર,2022ના રોજ ભરૂચ જિલ્લામાં યોજાનારી ચૂંટણીમાં જિલ્લાના તમામ મતદારોને લોકશાહીને વધુ મજબૂત બનાવવા મતદાનની પવિત્ર ફરજ અચૂક અદા કરે અને જિલ્લામાં 100 ટકા મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ મતદારોને ખાસ અપીલ કરી હતી.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: 2022 Assembly elections, Bharuch, Local 18

    विज्ञापन
    विज्ञापन