ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ડાયાલીસિસનું એક અદ્યતન મશીન જર્મનીથી આયાત કરવામાં આવ્યું છે. જેને રવિવારના રોજ અર્પણ કરતા કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે.
Aarti Machhi, Bharuch: ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ ખાતે લીલાબેન શાંતિલાલ શ્રોફ ડાયાલીસીસ સેન્ટર 2015ના અહમદભાઈ પટેલના વરદ હસ્તે શુભારંમ કરવામાં આવ્યો હતો. ડાયાલીસીસ સેન્ટરની શરૂઆત થતા ભરૂચમાં કિડનીની બીમારીથી પીડાતા દર્દીઓને સેવાશ્રમ ખાતે જ કિડનીની બીમારીની સારવાર મળી રહે છે.
કિડનીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થાય કે કિડની સંપૂર્ણ રીતે કામ કરતી બંધ થઇ જાય ત્યારે દવા દ્વારા થતી સારવાર અસરકારક રહેતી નથી અને રોગ ચિન્હો વધતા જાય છે આ તબક્કે ડાયાલિસિસની જરૂર પડે છે સામાન્ય રીતે લોહીની તપાસમાં સિરમ ક્રીએટીનીનનો પ્રમાણ 8 ટકાથી વધે ત્યારે ડાયાલિસિસની શરૂઆત કરવામાં આવે છે.
ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ડાયાલીસીસના ચાર અદ્યતન મશીન દ્વારા શરૂ કરવામાં આવેલ સેન્ટરમાં દરરોજ સાત-આઠ દર્દીઓ લાભ લે છે. તો ડાયાલીસીસ ના વધુ એક અદ્યતન મશીનની જરૂરિયાત ઊભી થઈ હતી. જર્મનીથી એક અદ્યત ન મશીન આયાત કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેને ઈનસ્ટોલ કરવામાં આવ્યું હતું. તો રવિવારના રોજ સવારે 10 કલાકે આ મશીનના અર્પણ કરતો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં જર્મનીથી આયાત થયેલ ડાયાલિસિસ મશીન અર્પણ કરાશે. જેથી ભરૂચમાં કિડનીના દર્દીઓને સારવાર અર્થે બહાર ન જવું પડે.
ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ ખાતે આયોજિત આ કાર્યક્રમમા BAPS મંદિરના કોઠારી અનિઁદેશસ્વામી અને પૂં. સત્યજીવનસ્વામી વિશેષ ઉપસ્થિત રહેશે. તેઓના હસ્તે અર્પણ વિધિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો સેવાશ્રમ હોસ્પિટલનો સ્ટાફ પણ હાજર રહેશે.