અંકલેશ્વર તાલુકાનાં બોઇન્દ્રા ગામમાં સનફાર્મા કંપની અને આંચલ ફાઉન્ડેશન દ્વારા છ વર્ષ પહેલા હરતુ ફરતુ દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે. આજ સુધીમાં 60 હજરાથી વધુ લોકોએ સારવાર લીધી છે. લોકોને વિના મૂલ્યે સેવા આપવામાં આવે છે.
અંકલેશ્વર તાલુકાનાં બોઇન્દ્રા ગામમાં સનફાર્મા કંપની અને આંચલ ફાઉન્ડેશન દ્વારા છ વર્ષ પહેલા હરતુ ફરતુ દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે. આજ સુધીમાં 60 હજરાથી વધુ લોકોએ સારવાર લીધી છે. લોકોને વિના મૂલ્યે સેવા આપવામાં આવે છે.
Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બોઇન્દ્રા ગામમાં સનફાર્મા કંપની એમ્બ્યુલન્સ મારફત હરતુ ફરતુ દવાખાનું ચાલવે છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બોઇન્દ્રા ગામમાં આવેલા સનફાર્મા કંપની દ્વારા એમ્બ્યુલન્સથી ગામે ગામ ફરી લોકોને સેવા આપે છે. સનફાર્મા કંપની અને આંચલ ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2017થી મોબાઈલ મેડિકલ યુનિટ ચલાવવામાં આવી રહ્યુ છે. અંકલેશ્વરના 18 ગામોમાં દર 15 દિવસે સેવા અપાઈ ડો. ભાર્ગવએ જણાવ્યું હતુ કે, સનફાર્મા કોમ્યુનિટી હેલ્થકેર સોસાયટી સાથે તેઓ જોડાયેલા છે. અંકલેશ્વર વિસ્તારના આજુબાજુના 18 ગામમાં દર 15 દિવસે સેવા આપવામાં આવે છે. આમાં મુખ્યત્વે ગર્લ્સ ઍનિમયા સહિત નાના બાળકો માટે ન્યૂટ્રિશિયનનો પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. આ સિવાય કંપનીમાંથી ડાયાબીટીશ, બ્લડ પ્રેશરના દર્દીઓ સહીત ચામડીના રોગો, હાથ-પગ દુખાવાના દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે.અત્યાર સુધીમાં દર મહિને 1500 દર્દીઓ આ સેવાનો લાભ લે છે.
વર્ષ 2022માં 403 નાના બાળકોનુ મોનિટરિંગ સહિતની સેવા અપાઈ વર્ષ 2018માં 459, વર્ષ 2019માં 182, વર્ષ 2020માં 51, વર્ષ 2021માં 161 કિશોરીઓને આયર્નની ગોળીઓ આપવામાં આવી છે. વર્ષ 2022માં એમ્બ્યુલન્સ દ્વારા 280 કિશોરીઓને આયર્નની ગોળીઓ આપવામાં આવી છે. વર્ષ 2018માં 729, વર્ષ 2019માં 966, વર્ષ 2020માં 192, વર્ષ 2021માં 65 લોકોના ઘરે વિઝીટ કરવામાં આવી હતી.વર્ષ 2022માં એમ્બ્યુલન્સ દ્વારા 617 લોકોના ઘરે વિઝીટ કરવામાં આવી હતી. વર્ષ 2018માં 1623, વર્ષ 2019માં 589, વર્ષ 2020માં 55, વર્ષ 2021માં 397 જેટલા 0 થી 3 વર્ષના નાના બાળકોને મોનિટર કરવામાં આવ્યા હતા. વર્ષ 2022માં 403 નાના બાળકોનુ મોનિટરિંગ કરવામાં આવ્યુ હતુ. 60 હજાર લોકોએ સેવાનો લાભ લીધો વર્ષ 2019માં 119, વર્ષ 2020માં 158, વર્ષ 2021માં 279, વર્ષ 2022માં 82 લોકોને તેઓ દ્વારા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા. વર્ષ 2018માં કુલ 21,873,વર્ષ 2019માં 20,879, વર્ષ 2020માં 12,674, વર્ષ 2021માં 14,158 તો વર્ષ 2022માં 12,801 લોકોએ સેવાનો લાભ લીધો છે.