ભરૂચમાં કલરવ શાળામાં તાલીમ લેતા આકિત બોમ્બેવાલા ટેબલ ટેનિસની રમતમાં પારંગત છે. રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ તેનું સિલેકશન થયું છે. તેમજ આકિત કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કરે છે.
ભરૂચમાં કલરવ શાળામાં તાલીમ લેતા આકિત બોમ્બેવાલા ટેબલ ટેનિસની રમતમાં પારંગત છે. રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ તેનું સિલેકશન થયું છે. તેમજ આકિત કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કરે છે.
Aarti Machhi, Bharuch : ભરૂચમાં કલરવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળા કાર્યરત છે. શાળામાં દિવ્યાંગ બાળકો અને યુવાનોએ તાલીમ આપવામાં આવે છે. સમાજમાં સામાન્ય જીવન જીવી શકે તેવા પ્રયાસ કરવામાં આવે છે. સંસ્થામાં અભ્યાસ કરતા આકિત બોમ્બેવાલા ટેબલ ટેનિસ રમતમાં પારંગત થયો છે. આકિતનો બુદ્ધિ આંક ઓછો છે. આકિતે રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રિય કક્ષાએ મેડલ જીત્યા છે.
રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો કલરવની મહેનતના પરિણામ સ્વરૂપ આજે આકિત બોમ્બેવાલા નામના યુવકનું ટેબલ ટેનિસ રમતમાં નેશનલ લેવલે ત્રણ વાર સિલેક્શન થયું હતું. ગુજરાત લેવલ ચેમ્પિયનશીપમાં ટેબલ ટેનિસ સ્પર્ધામાં આકિત બોમ્બેવાલાનું ગુજરાતની ટીમમાં સિલેક્શન થયુ છે. ગુજરાત લેવલે આકિતનું બેથી ત્રણ વખત સિલેક્શન થયું છે. રાજ્ય લેવલે આકિતે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ પણ મેળવ્યો છે. જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે.
છેલ્લા 15 વર્ષથી તાલીમ મેળવે છે
આકિતની ઉંમર હાલ 20 વર્ષ છે. કલરવ શાળામાં છેલ્લા 15 વર્ષથી તાલીમ મેળવી રહ્યો છે. આકિત છેલ્લા 8 વર્ષથી ટેબલ ટેનિસની રમત રમી રહ્યો છે. આકિત કોમ્પ્યુટર પર ડેટા એન્ટ્રી કરે છે. બેંગ્લોરની સંસ્થા સાથે જોડાઇને તેમના માર્ગદર્શન મુજબ બાળકોને લેપટોપ પર તાલીમ આપવામાં આવે છે. આકિત દિવડાઓ, રાખડી, ફાઈલ, અગરબત્તી પણ બનાવે છે.
આકિત ટેબલ ટેનિસ સિવાય અન્ય રમત પણ માહિર
આકિતને ટેબલ ટેનિસ સિવાય બેડમિંટન, હેન્ડબોલ, ફૂટબોલ, બાસ્કેટબોલ રમવાનો પણ શોખ છે. કલરવ શાળા ખાતે તાલીમ મેળવવા માટે પણ તે જાતે જ આવે છે. આકિતને પુસ્તકો વાચવાનો શોખ છે. આકિતના પિતાની બટાકાની દુકાન છે. માતા ઘરકામ કરે છે. આકિતની સમસ્યા એ છે કે તેનો બુદ્ધિ આંક ઓછો છે. આકિતનું આ વર્ષે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા સન્માન પણ કરવામાં આવ્યુ છે.