કોરોના કાળ બાદ ભરૂચ જિલ્લામાં વર્ષે લગ્ન ધામધૂમથી થઈ રહ્યા છે. ત્યારે ડીજેની માંગ વધતા સંચાલકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી રહી છે.બે વર્ષ બાદ સારી રોજગારી મળી રહી છે.
Aarti Machhi, Bharuch: લગ્નસરાની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે હવે ડીજેના ટ્રેન્ડમાં વધારો થઈ રહ્યો છે. ઢોલ શરણાઈનું સ્થાન હવે ડીજેએ લઈ લીધી છે. લગ્નની સિઝનના પગલે ડીજે સંચાલકોને સારી રોજગારી મળી રહે છે. હવે ફક્ત છોકરાવાળા જ લગ્નની જાન માટે ડીજે નથી કરતા. લગ્ન પહેલા દાંડિયા રસમાં પણ ડીજે હોય છે. ભરુચ જિલ્લામાં ડીજે સંચાલકોની માંગ વધી છે.
કોરોના કાળ બાદ ડીજેની માંગ વધી
કોરોના કાળના બે વર્ષ બાદ ભરૂચમાં ડીજે સાઉન્ડ સિસ્ટમની માંગ વધી છે. આ તારીખોમાં મંડપ, કેટરિંગ, ડીજે, પાર્ટીપ્લોટ, વાડીનું સૌથી વધુ બુકિંગ થયું છે. લગ્ન સિઝનના કારણે ડીજે સંચાલકોના ચહેરાઓ ઉપર ખુશી જોવા મળી રહી છે. ભરૂચ જિલ્લામાં હાલ ઇલેક્શન સાથે લગ્નની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે.
બે વર્ષ બાદ લગ્નમાં ડીજે સંચાલકોની બોલબાલા
ઠેરઠેર લગ્નના મંડપ જોવા મળી રહ્યા છે.ત્યારે અંકલેશ્વર પંથકમાં ડીજેની બોલબાલા વધી છે.ડીજેના એક ઓર્ડરના 25,000 રૂપિયા લેવામાં આવે છે.તેમજ સામાન્ય પરિવારમાં ડીજે સંચાલકો પરિવારની પરિસ્થિતિ મુજબ રકમ લેશે.હાલના જમાનામાં લગ્ન પ્રસંગમાં લોકો ડીજેના તાલે ઝૂમી લગ્ન પ્રસંગમાં હાજરી આપતા હોય છે.
ડીજે સંચાલક બિનોજ વસાવાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ડીજે ઓપરેટર તરીકે કામ કરે છે. તંત્રની મંજૂરીથી અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ડીજે વગાડવા માટે જાય છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે લગ્ન સિઝનની સારી શરૂઆત થઈ છે. તેઓ પાસે વિવિધ કંપનીની સાઉન્ડ સિસ્ટમ છે.
લગ્નમાં આવતા લોકોને અલગ અલગ મ્યુઝિક જેમ કે, ગુજરાતી, હિન્દી મિક્સ સોંગ, ગરબા વગાડીને લગ્નમાં લોકોનું મનોરંજન કરીએ છે ડીજેના ભાવની શરૂઆત 20 હજારથી થાય છે.તેમજ પ્રસંગ પ્રમાણે ડીજેના ભાવ હોય છે.અંકલેશ્વરમાં શિવ સાંઈ, ક્રિષ્ણા સાઉન્ડ અને એન વાય કે લાઈટ પ્રખ્યાત છે.
Published by:Santosh Kanojiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર