અંકલેશ્વરનાં ચિંતનભાઇ પંડ્યા વિનામૂલ્યે જરૂરિયાતમંદ લોકોને ટિફિન સેવા પુરી પાડી રહ્યાં છે. બે દીકરીઓનાં નિધન બાદ દંપતી પડી ભાંગ્યો હતો. બાદ દીકરી દત્તક લીધી હતી. આર્થિક સ્થિતી સુધરતા સેવા કરી રહ્યાં છે.
અંકલેશ્વરનાં ચિંતનભાઇ પંડ્યા વિનામૂલ્યે જરૂરિયાતમંદ લોકોને ટિફિન સેવા પુરી પાડી રહ્યાં છે. બે દીકરીઓનાં નિધન બાદ દંપતી પડી ભાંગ્યો હતો. બાદ દીકરી દત્તક લીધી હતી. આર્થિક સ્થિતી સુધરતા સેવા કરી રહ્યાં છે.
Aarti Machhi, Bharuch : ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વરમાં રહેતા ચિંતનભાઇ પંડ્યા જરૂરિયાતમંદ લોકોને ટિફિન પહોંચાડી રહ્યાં છે. નિયમીત 20 જેટલા લોકોને વિનામૂલ્યે ટિફિન પહોંચાડી રહ્યાં છે. ચિંતનભાઇએ બીકોમનો અભ્યાસ વચ્ચેથી છોડી દીધો હતો. કોરોનાનાં સમયમાં ચિંતનભાઇની બે દીકરીઓનું નિધન થયું હતું. બાદ દીકરી દત્તક લીધી હતી. દીકરી દત્તક લેતા આર્થિક સ્થિતીમાં સુધારો આવ્યો હતો અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનું નક્કી કર્યું હતું.
કોરોનાનાં વર્ષમાં બે દીકરીનાં નિધન થયા હતાં
ચિંતન પંડ્યાને બે જોડિ યા છોકરીઓ આવી હતી. દીકરીઓની મેડિકલ કન્ડિશન સારી ન હતી. સારવાર માટે 60 થી 70 લાખ રૂપિયાની જરૂરિયાત હતી. આ જરૂરિયાતમાં ચિંતન પંડ્યાને અંકલેશ્વર વિસ્તારમાં રહેતા ઉદ્યોગપતિઓ, ડોક્ટર્સ, મિત્રો સહિત પરિચય નહિ હોય તેવા લોકોએ પણ આર્થિક રીતે મદદ કરી હતી. તેમાં મુખ્યત્વે અમેરિકા ખાતે રહેતા ચિંતનભાઇનાં મિત્ર ડોક્ટર ચિંતનભાઇ ગાંધી ખાસ મદદરૂપ બન્યા હતા. બંને પુત્રીઓ સાજી થઈને ઘરે આવી ગઇ હતી. પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજુર હતુ. બંને પુત્રીઓ પૈકી પ્રથમ એક અને ત્યાર બાદ બીજી પુત્રીનું નિધન થયું હતું. બન્ને દીકરીઓનાં નિધન બાદ દંપતી તૂટી ગયું હતુ. બાદ દસમાં દિવસે નવ મહિનાની દીકરીને દત્તક લીધી હતી. દીકરીને દત્ક લેતા આર્થિક સ્થિતીમાં સુધારો આવ્યો હતો.
આર્થિક સ્થિતિ સુધરતા ટિફિન સર્વિસ સેવાની શરૂઆત આર્થિક સ્થિતીમાં સુધારતા જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનો વિચાર આવ્યો હતો. બાદ ટિફિન સેવા શરૂ કરી હતી. ચિંતનભાઇ પંડયા અને પત્ની શાકભાજી લાવી ઘરે જ જમવાનું બનાવે છે. પોતે જે જમે છે, તે જ જમવાનું ટિફિન લોકોને આપી રહ્યા છે. ચિંતન પંડ્યા ટિફિનમાં દાળ, ભાત, શાક, રોટલી સારી કવોલિટીનું આપે છે. તેઓ ઘરેથી નીકળીને રસ્તામાં દેખાતા જરૂરિયાતમંદ લોકોને ટિફિન આપે છે. રમઝાનનો પર્વ ચાલી રહ્યો છે. આ નિમિત્તે તેઓ જેઓને ઇફતારીમાં જરૂરિયાત છે, તેવા લોકોને જમવાનુ પૂરું પાડી રહ્યા છે.