10થી 11 વર્ષથી બિલાડીનું ઘર જોવા બાળકો આવતા હોવાનું જાણવા મળ્યું
અંકલેશ્વરના અફરોઝ મિર્ઝા છેલ્લા 10 વર્ષથી બિલાડીઓનું ઘર ચલાવી રહ્યા છે. હાલ 21 બિલાડી છે અને તેની પાછળ 16 હજારનો ખર્ચ થાય છે. બિલાડીઓ મુક્ત મને ઘરમાં વિહાર કરે છે. બિલાડીઓનું ઘર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
Aarti Machhi, Bharuch: અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં આવેલી સબજેલની બાજુમાં બિલાડીઓનું ઘર આવેલુ છે. જેમાં આશરે જુદી જુદી પ્રજાતિની બિલાડીઓ રહે છે. પહેલા અહીં 60 બિલાડીઓ હતી. પરંતુ સમય જતા ઘણી બિલાડીઓ મૃત્યુ પામી છે. અફરોઝ મિર્ઝા છેલ્લા 10 વર્ષથી બિલાડીઓનું ઘર ચલાવી રહ્યા છે. હાલ 21 બિલાડી છે અને તેની પાછળ 16 હજારનો ખર્ચ થાય છે.
બિલાડીઓ પ્રત્યે અનોખો પ્રેમ
અફરોઝ મિર્ઝા બહારના દેશમાં હતા, ત્યારે એક બિલાડીને જોઈ ત્યારે તેમને બિલાડી પાળવાની ઈચ્છા થઇ અને છ મહિના બાદ મુંબઈથી બિલાડીને ઘરે લઈ આવ્યા હતા. બાદ વધીને 60 જેટલી બિલાડીઓ થઈ ગઈ હતી. બિલાડીઓનું પ્રમાણ વધી જતા બચ્ચાઓને મુંબઈ વેચ્યા હતા. બિલાડી પાડવા અંગેની ઈચ્છા થતી હોય તેવા લોકોને મફતમાં બિલાડી આપતા હતા. અફરોઝ મિર્ઝા પાસે હાલ 21 બિલાડીઓ રહી છે.
શ્વાનએ વફાદાર છે,ત્યારે બિલાડીએ માયાળુ પ્રાણી
અફરોસ મિર્ઝાએ જણાવ્યું હતું હતું કે, પ્રથમવાર શ્વાન જ લાવ્યા હતા. ઘરની બહાર હાલ રખડતા શ્વાન છે. શ્વાન પ્રત્યે ક્યારેય દ્વેષ ભાવ રાખ્યો નથી. બિલાડી ખૂબ સુરત પ્રાણી છે. શ્વાનએ વફાદાર છે,ત્યારે બિલાડીએ માયાળુ પ્રાણી છે.
કઈ પ્રજાતિની બિલાડીઓ રાખે છે
હાલમાં તેઓ હિમાલયન પર્સિયન બિલાડી રાખે છે તે સૌથી સુંદર હોય છે.ઓરીજનલ પર્શિયન બિલાડીઓ તેઓ પહેલા રાખતા હતા. પરંતુ તેઓને આપણા દેશનું હવામાન માફક આવતું નથી. તેઓને ઠંડી જોઈએ છે. તેઓ માટે એસી ચાલુ રાખવું પડે છે. તેઓ હિમાલયન પર્સિયન બિલાડી રાખે છે. જેઓને અહીંનું હવામાન માફક આવે છે.
લોકો માટે બિલાડીઓ આકર્ષણનું કેન્દ્ર
લોકો બિલાડીઓને રમાડવા માટે લઈ જાય છે. સબજેલમાં કેદીઓને મળવા માટે આવતા લોકો માટે બિલાડીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. કેદીઓને મળવા માટે આવતા લોકો બિલાડીઓને રમાડવા માટે ઘરે લઈ જાય છે. બે ત્રણ દિવસ બાદ પરત કરી જાય છે. કેટલાક હોદ્દેદારોની બદલી થાય બાદ અમુક બિલાડીઓ મૂકી જાય છે. જેની જાળવણી અફરોઝ મિર્ઝા કરે છે.
બિલાડીઓને ખોરાકમાં શું આપે છે?
અફરોઝ મિર્ઝા બિલાડીઓને ખોરાકમાં તેઓનું ફૂડ આપે છે. તેમજ નોનવેજ પણ આપે છે. તેમજ લોકોને અનુકૂળ આવે તેવો બધો ખોરાક આપે છે.
બિલાડીઓને ક્યારેય બંધનમાં રાખતા નથી
અફરોઝ મિર્ઝાએ જણાવ્યું હતું કે, બિલાડીઓને ક્યારેય બાંધતા નથી. રૂમમાં પણ બિલાડીઓ ફરી શકે છે. આ બિલાડીઓ બધી જગ્યાએ ફરે છે. તેમજ આજુબાજુના વિસ્તારોમાં પણ ફરીને પરત ઘરે આવે છે.
બિલાડીઓ પાછળ કેટલો ખર્ચ ?
બિલાડીઓ પાછળ 16 હજાર રૂપિયાનો ખર્ચ કરે છે. બિલાડીઓ પ્રત્યે એટલો પ્રેમ છે કે, કંઈ પણ કરીને બિલાડીઓને જમવાનું તેમજ બધુ પૂરું પાડે છે.