Home /News /bharuch /Bharuch: વિદ્યાર્થીઓ સાથે તંત્ર પણ બોર્ડની પરિક્ષાની તૈયારીમાં લાગ્યુ, આટલા વિદ્યાર્થીઓ આપશે પરિક્ષા

Bharuch: વિદ્યાર્થીઓ સાથે તંત્ર પણ બોર્ડની પરિક્ષાની તૈયારીમાં લાગ્યુ, આટલા વિદ્યાર્થીઓ આપશે પરિક્ષા

જિલ્લામાં ધોરણ 10 અને 12 માટે કુલ 48 પરિક્ષાકેન્દ્રના આયોજન અંગે બેઠક 

ભરૂચ જિલ્લામાં ધો.10 માટે 32 કેન્દ્ર પર 24,122 વિદ્યાર્થીઓ તથા ધો.12 માટે 16 કેન્દ્ર પર 14,479 વિદ્યાર્થીઓ પરિક્ષામાં બેસશે. તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Aarti Machhi, Bharuch: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ભરૂચ શહેર અને જિલ્લામાં ધોરણ-10 તથા ધોરણ-12ની માર્ચ-2023ની પરિક્ષા લેવાનાર છે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે જરૂરી આયોજન અંગે ઉપસ્થિત અમલીકરણ અધિકારીઓને દિશાસૂચક માર્ગદર્શન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, આ વખતની બોર્ડની પરિક્ષાને લઈને અનિચ્છનિય બનાવ ન બને તે અંગે પૂરતી કાળજી રાખવા માર્ગદર્શન આપ્યું હતું.

કુલ 32 કેન્દ્ર તથા 79 બિલ્ડીંગ અને કુલ 814 બ્લોક ફાળવાયા

આગામી તા.14 માર્ચથી તા.29 માર્ચ સુધી ધોરણ-10ની પરિક્ષાનો સમય સવારના 10 થી બપોરના 1:15 કલાક અને ધોરણ-12ની સામાન્ય પ્રવાહ પરિક્ષા સવારના સેશન સમય 10.30 થી બપોરના 1.45 કલાક સુધી તેમજ બપોરના સેશનનો સમય 3 થી સાંજના 6:15 કલાક સુધી તથા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાનો સમય બપોરના 3 કલાકથી સાંજના 6:30 કલાક દરમિયા વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે.



બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં ભરૂચ ઝોન- 55 માં 19 અને અંક્લેશ્વર - 80માં 13 કેન્દ્રોમાં એસ. એસ. સીની પરિક્ષા માટે કુલ 32 કેન્દ્ર તથા 79 બિલ્ડીંગ અને કુલ 814 બ્લોક ફાળવવા આવ્યા છે, જેમાં રિપીટર વિદ્યાર્થીઓ મળીને કુલ 24122 જેટલા પરીક્ષાર્થીઓ પરિક્ષા અપાશે.



348 બ્લોકમા કુલ 10873 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

એચ. એસ.સી વિજ્ઞાન પ્રવાહની પરિક્ષા માટે ભરૂચ ઝોન- 55 તથા અંક્લેશ્વર ઝોન -80 ખાતે કુલ કેન્દ્ર 04, કુલ બિલ્ડીંગ 18 અને 192 બ્લોકમાં રિપીટર વિદ્યાર્થીઓ મળીને કુલ 3606 પરીક્ષાર્થીઓ પરિક્ષા આપશે. આ ઉપરાંત ધોરણ 12ના સામાન્ય પ્રવાહના કુલ 12 કેન્દ્રો 35 બિલ્ડિગો અને 348 બ્લોકમા કુલ 10873 પરિક્ષાર્થીઓ પરીક્ષા આપશે તેમ તેમણે જણાવ્યું હતું.
First published:

Tags: 12th exam, Bharuch, Board exam, Local 18, Students