Home /News /bharuch /Bharuch: ડેટા એનાલિસ્ટ તરીકે નોકરી કરતો અભય ગોયલ CATમાં ઝળક્યો, રાજ્યમાં પ્રથમ સ્થાન
Bharuch: ડેટા એનાલિસ્ટ તરીકે નોકરી કરતો અભય ગોયલ CATમાં ઝળક્યો, રાજ્યમાં પ્રથમ સ્થાન
અભય ગોયલ CAT માં સમગ્ર રાજ્યમાં પ્રથમ
ભરૂચના અભયે CAT પરીક્ષામાં 100 પર્સેન્ટાઈલ મેળવી રાજ્યમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. ભારતના 11 ઉમેદવારોમાંથી અભયે સંપૂર્ણ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે.પરિણામ બુધવારના રોજ જાહેર થયું હતું પરંતુ અભય ગોયલે શુક્રવારના રોજ પોતાનો સ્કોર જોયો હતો.
Aarti Machhi, Bharuch: ભરૂચના અભ્ય ગોયલે CATની પરીક્ષામાં બાજી મારી છે.તેણે 100માંથી 100 પરસન્ટાઈલ મેળવી રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો છે. દેશમાં કુલ 11 વિદ્યાર્થીઓએ 2022ની CATની પરીક્ષામાં 100 પરસન્ટાઈલ માર્કસ મેળવ્યા છે. 24 વર્ષીય અભય ગોયલ ભવિષ્યમાં IIM અમદાવાદ, બેંગલોર અથવા કલકત્તામાં પ્રવેશ મેળવવી ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છે છે.
24 વર્ષીય અભ્ય જણાવે છે કે IIM માં પ્રવેશ માટે CAT કોમન એડમિશન ટેસ્ટની છેલ્લા 8 મહિનાથી તૈયારી કરી રહ્યો હતો.અને તે આજે સફળ થયો છે.અભયનો આ પ્રથમ અટેમ્પ્ટ હતો.તેમના પિતા પુષ્પેન્દ્ર ગોયલ ભરૂચની એક ખાનગી કેમિકલ કંપનીમાં મેનેજર છે.
અભયે પ્રાથમિક શિક્ષણ ભરુચમાં જ કર્યુ હતું. ત્યારપછી ગોયલે IIT-Bombay માં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો. તેને બેંગ્લોરની એક કંપનીમાં ડેટા એનાલિસ્ટની જોબ મળી હતી. તેણે નોકરીની શરુઆત તો કરી પણ તે સાથે CAT ની તૈયારી પણ કરતો હતો. તે IIMમાં પ્રવેશ મેળવવા માંગતો હતો.
અભય હાલ ડેટા એનાલિસ્ટ તરીકે નોકરી કરે છે
અભયે જણાવ્યું હતું કે, આ પરિણામ મારા માટે સંપૂર્ણપણે ચોંકાવનારુ હતું. શાળામાં હતો, ત્યારથી જ ગણિત વિષયમાં હું સારો હતો, જેના કારણે CATનું આ પરિણામ આવી શક્યું છે. હું IIM અમદાવાદ, બેંગલોર અથવા કલકત્તામાં પ્રવેશ મેળવવા માંગુ છુ. અત્યારે હું ડેટા એનાલિસ્ટ તરીકે નોકરી કરુ છું. કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરવા જતો હતો. તેના હેડ સતિષ કુમાર જણાવે છે કે, અભય એક તેજસ્વી વિદ્યાર્થી છે.
ભારતના 11 ઉમેદવારોમાંથી 100 પર્સેન્ટાઈલ મેળવનાર અભય એક
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બેંગ્લોર (IIM-B) એ કોમન એડમિશન ટેસ્ટ (CAT)-2022 ના પરિણામો જાહેર કર્યા, ત્યારે ભરૂચના 24 વર્ષીય અભય ગોયલે ધાર્યું કે તેણે ટોચના ત્રણ IIMમાં સ્થાન મેળવવા માટે પૂરતો સ્કોર કર્યો નથી.પરંતું તેની મહેનત રંગ લાવી અને તે ભારતના 11 ઉમેદવારોમાંથી એક છે. જેણે સંપૂર્ણ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે.
CATની પરીક્ષાનું પરિણામ બુધવારના રોજ જાહેર કરવામાં આવ્યુ હતું, પરંતુ અભય ગોયલે શુક્રવારના રોજ પોતાનો સ્કોર જોયો. અભયે જ્યારે પરિણામ જોયું તો ખબર પડી કે ગુજરાત રાજ્યમાં તેનો પ્રથમ ક્રમાંક છે. વર્ષ 2022માં લગભગ 2.22 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 55 ટોપર્સમાંથી ચાર મહિલા વિદ્યાર્થીઓએ 100 થી 99.8 પર્સન્ટાઈલ મેળવ્યા છે.