Home /News /bharuch /Bharuch: આ સ્મશાન જ અંતિમ સંસ્કાર માટે કેમ માનીતું, આવી છે માન્યતા

Bharuch: આ સ્મશાન જ અંતિમ સંસ્કાર માટે કેમ માનીતું, આવી છે માન્યતા

X
ભરુચ

ભરુચ જિલ્લાનુ એવું અંતિમ ધામ જ્યા મોક્ષ મળતું હોવાની માન્યતા...

ભરુચના વાલિયા તાલુકાના તૃણા ગામમાં અઘોરેશ્વર વેલ્ફર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પૂર્વવાહીની કિમ નદી કિનારે આવેલા સ્મશાને દૂર દૂરથી અંતિમ સંસ્કાર માટે લોકો આવે છે. 30 ગામના લોકો અહીં આવી રહ્યા છે. અહીં અંતિમ સંસ્કારથી મોક્ષ મળતો હોવાની માન્યતા છે.

વધુ જુઓ ...
Aarti Machhi, Bharuch: હિંદુ ધર્મમાં મૃત્યુ બાદ મોક્ષ મળવાની કે મોક્ષ અપાવવાની માન્યતા છે. પુરાણોમમાં ગંગા નદીમાં અને હરિદ્વાર અસ્થિ વિસર્જન માટે જાણીતું છે. લોકોના સ્વજનોનું મૃત્યુ થાય ત્યારે હરિદ્વાર અસ્થિ વિસર્જન માટે જતા હોય છે. ભરુચ જિલ્લાના વાલિયા તાલુકાના તૃણા ગામ નજીક પૂર્વવાહિની કિમ નદીના કિનારે હરિધામ સ્મશાન ગૃહ ખાતે અંતિમ ક્રિયા કરવામાં આવે તો મોક્ષ મળે તેમ લોકો માને છે.

વર્ષોથી સ્વયંભૂ પ્રગટ થયેલા અઘોરેશ્વર મહાદેવના મંદિરની સામે આવેલા હરિધામ સ્મશાન ગૃહ ખાતે વાલિયા તાલુકાના 30થી વધુ ગામનાં લોકો અંતિમ ક્રિયા માટે આવે છે. તેમની પણ માન્યતા એવી છે કે,અહી મૃતકની અંતિમ ક્રિયા કરવાથી તેમને મોક્ષ મળે છે.હોવાની આ સ્મશાન એક જમાનામાં અત્યંત જર્જરિત હાલતમાં હતું.

અહમદ પટેલે સ્મશાનના વિકાસ અર્થે રૂપિયા 35 લાખની ગ્રાન્ટ ફાળવી હતી

વાલિયા તાલુકાના કોંગ્રેસના દિગ્ગજ નેતા હરિસિંહ મહિડાનું નિધન થતા તેઓના પરિવાર દ્વારા હરિધામ સ્મશાન ગૃહ ખાતે તેઓની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. અંતિમ ક્રિયાની વિધિમાં હાજરી આપવા ગયેલા મર્હુમ અહમદ પટેલ સ્મશાન જોતા તેઓએ તેનું મહત્વ જાણ્યું હતુ. દરમિયાન તેઓને આગેવાનોએ જણાવ્યું હતું કે, અહી મૃત્યુ પામેલા મૃતકોની અંતિમવિધિ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આ જાણીને મર્હુમ અહમદ પટેલે સ્મશાનના વિકાસ અર્થે રૂપિયા 35 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. બાદ સ્મશાનનું બાંધકામ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને નવું સ્મશાન ગૃહ ઊભું કરવામાં આવ્યું હતું.

વિવિધ સુવિધા માટે સાંસદોએ ગ્રાન્ટ ફાળવી

સ્મશાનના સંચાલકો દ્વારા રાજ્યસભાના સાંસદ ભરતસિંહ પરમારને પ્રોટેક્શન વોલની ગ્રાન્ટ માટે રજૂઆત કરવામાં આવી હતી. ભરતસિંહ પરમારે ગ્રાન્ટ ફાળવી હતી.સ્મશાનમાં પાણી, પ્રાર્થના હોલ, શૌચાલયની જરૂર હોય આ અંગે સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરી હતી. સાંસદે શૌચાલયની વ્યવસ્થા માટે ગ્રાન્ટ ફાળવી હતી. ત્યારબાદ શૌચાલય ઊભું કરવામાં આવ્યુ હતુ.

સ્મશાનના વિકાસમાં દાતાઓ પણ પાછળ નથી

વાલિયા તાલુકામાંથી મૃતદેહો અંતિમ સંસ્કાર માટે વધુ આવતા હોય દાતાઓએ ત્રણ ખાટલાની ફાળવણી કરી હતી.સમયાંતરે સ્મશાનમાં વધુ સગડીઓની જરૂર હોય તે માટે નવું સ્મશાન ઉભુ કરવામાં આવ્યું છે.

લોકો પ્રાર્થના કરી શકે માટે પ્રાર્થના હોલ ઊભો કરાયો

સ્મશાનમાં અંતિમ વિધિ પ્રાર્થના અને તેના સંકુલમાં બેસી શકે તે માટે પેવર બ્લોક અને બાકડા લગાવવામાં આવ્યા છે. તો એક NRI દ્વારા આ સ્મશાન ખાતે પ્રાર્થના હોલ ઊભો કરવામાં આવ્યો છે. જ્યાં લોકો પ્રાર્થના કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

અંતિમ ક્રિયા માટે આવતા લોકો ગંદકી ન કરે તે અત્યંત જરૂરી

અંતિમ ક્રિયા કરવા માટે આવતા લોકો પણ સ્મશાનમાં ગંદકી ન કરે તેમજ સ્વચ્છતા રાખે તે માટે આગ્રહ કરવામાં આવ્યો છે. સાથે પીવાના પાણીની અને શૌચાલયની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
First published:

Tags: Bharuch, Crematorium, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો