અંકલેશ્વર તાલુકાના હજાત ગામના જુવાનજોધ યુવકને ગત 13મી માર્ચના રોજ રાત્રે ધંતુરીયા પાટિયા નજીક અકસ્માત નડ્યો હતો.બાદ તાબીબોએ યુવાનને બ્રેનડેડ જાહેર કર્યો હતો. આઠ અંગોનું દાન કરવામાં આવ્યું હતુ.
અંકલેશ્વર તાલુકાના હજાત ગામના જુવાનજોધ યુવકને ગત 13મી માર્ચના રોજ રાત્રે ધંતુરીયા પાટિયા નજીક અકસ્માત નડ્યો હતો.બાદ તાબીબોએ યુવાનને બ્રેનડેડ જાહેર કર્યો હતો. આઠ અંગોનું દાન કરવામાં આવ્યું હતુ.
Aarti Machhi, Bharuch : અંગદાન એ જ મહાદાન ઉક્તિને અંકલેશ્વરના પરિવારે સાર્થક કરી બતાવી છે. અંકલેશ્વર તાલુકાના હજાત ગામમાં 24 વર્ષિય ખેડૂતપુત્ર શૈશવ ગીરીશભાઈ પટેલનું ગત તા.13મી માર્ચનાં રોજ સજોદ ધંતુરીયા વચ્ચે માર્ગ અકસ્માતમાં બ્રેનડેડ થઇ જતા તેને તાત્કાલિક સારવાર અર્થે સુરતની એઇમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં તબીબોએ યુવાનને બ્રેન ડેડ જાહેર કર્યો હતો. બાદ ગામનાં આગેવાને પરિવારજોનને ચક્ષુદાન કરવા આગ્રહ કર્યો હતો. જોકે યુવાનનાં બહેને માતા પિતા સાથે ચર્ચા કરીને શૈશવભાઇનાં આઠ જેટલા અંગોનું દાન કરવા સંમતિ આપી હતી.
હાંસોટ તાલુકાના આસરવા ગામના યુવાનને નવજીવન મળ્યું છેલ્લા બે દિવસો દરમિયાન તમામ તબીબી પરીક્ષણ કરાયા બાદ મૃતક શૈશવની બંને કિડનીઓ, લીવર, આંખો સહીત આઠ અંગોનું દાન કરવામાં આવ્યું હતું. બાદ અન્ય જરૂરિયાતમંદ દર્દીઓમાં તેના અંગોનું પ્રત્યારોપણ પણ કરાયુ હતુ. જે પૈકી હાંસોટ તાલુકાના આસરવા ગામના એક યુવાનમાં સફળતાપૂર્વક શૈશવનું હૃદય પ્રત્યારોપણ કરાવી નવજીવન બક્ષ્યુ હતુ.
આગેવાનોએ શૈશવના પરિવારજનોની ભાવનાને બિરદાવી હજાત ગામે જયારે મૃતકનો મૃતદેહ લાવવામાં આવ્યુ ત્યારે આખુ ગામ હિબકે ભરાયુ હતુ. અનેક આગેવાનોએ મૃતકના પરિવારજનોની ભાવનાને બિરદાવી હતી.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.