ગ્રીન હાઉસ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું
ચિરાગભાઈ પોતાના ગ્રીન હાઉસમાં ફૂલો જેવા કે બારમાસી, ગુલાબ અને અન્ય કહી શકાય કે જે આપણે ક્યારેક જોયાના હોય તેવા ફૂલો પણનું પણ રોપણ કર્યું છે. ગ્રીન હાઉસ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.આ ફૂલોના છોડ અન્ય લોકોને વિતરણ કરે છે. આ ગ્રીન હાઉસ અવનવા ફૂલોથી ભવરાવો માટે આકર્ષણનું ગાર્ડન બન્યું છે. ચિરાગ ભટ્ટનાગરે બનાવવા પ્રયાસ કરેલા ગ્રીન હાઉસ ખરા અર્થમાં અંકલેશ્વરના લોકો માટે હરિયાળી ઉભું કરનાર એક પ્રયાસ કહી શકાય. વધતા પ્રદૂષણ સામે યુવાને ઊભું કરેલા ગ્રીન હાઉસ અન્ય લોકોને પણ ગ્રીનહાઉસ બનાવવા પ્રેરી રહ્યા છે.
નાનપણથી જ પ્રકૃત્તિ પ્રત્યે અનોખો પ્રેમ
નાનપણથી જ પ્રકૃત્તિ પ્રત્યે લાગણીશીલ ચિરાગ ભટ્ટનાગર પહેલા વાલિયા ચોકડી પાસે આવેલી જૂની કોલોનીમાં રહેતા હતા. તે સમયે માત્ર 14 વર્ષથી છોડ વાવવાની શરૂઆત કરી હતી. ધીરે ધીરે તેઓએ અવનવા છોડોની કલમ કરવાની શરૂઆત કરી હતી. ચિરાગ ભટ્ટનાગરે અવનવા ફૂલો અને ફળાઉ છોડથી પોતાના ઘરના વાતાવરણ પ્રકૃત્તિ મય બનાવવા પ્રયાસ કર્યો હતો. તબાદ તેઓએ અંક્લેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલી ગણેશ પાર્ક સોસાયટી સામે પોતાના નવા મકાનને પ્રકૃત્તિ મય બનાવવા પ્રયાસ શરૂ કર્યો છે. હાલ તેઓએ ઓર્ગેનિક ફળ મળે તે માટે કલમ કરવાની પદ્ધતિમાં દિવસેને દિવસે કંઇક નવું કરી રહ્યા છે.
ડ્રેગન ફ્રૂટના કલમ બનાવી લોકોને વિના મુલ્યે આપે
ચિરાગભાઈએ માર્કેટમાં અત્યંત મોઘું અને નવું એવા ડ્રેગન ફ્રૂટના છોડની કલમ બનાવી છે. ખાસ પ્લાન્ટેશન માટે મળતા પ્લાસ્ટિકમાં માટીમાં ખાતર ભેળવી કલમ કરી છોડ તેમાં ઉગાડી રહ્યા છે. 20 દિવસ બાદ તૈયાર થયેલા છોડ તેઓ મિત્રો અને સોસાયટીના સ્થાનિકો વિના મૂલ્યે આપી રહ્યા છે. બજારમાં મળતા અત્યંત મોંઘા ડ્રેગન ફ્રૂટ લોકો પોતાના ઘરે ઉગાડી ખાઈ શકે તે માટે વિતરણ કરી રહ્યા છે.
200થી વધુ છોડનું વાવેતર કર્યું
ચિરાગભાઈએ કમળક, અનાનસ, સીતાફળ સહિતના ફળાઉ છોડ વાવ્યા છે. ખાસ વાત કરીએ તો તેઓ સ્વખર્ચે છોડ ઉગાડવાન કુંડા લાવી એમાં વાવેતર કરી રહ્યા છે. ચિરાગ ભટ્ટનાગરે ઘરે અત્યાર સુધી 200થી વધુ છોડનું વાવેતર કર્યું છે. આ અંગે જણાવ્યું હતું કે,લોકો પણ પોતાના ઘરે વૃક્ષો વાવી પર્યાવરણને બચાવવા તેમજ પ્રદૂષણ અટકાવવા માટેના પ્રયાસો હાથ ધરવા જોઈએ.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bharuch, Fruit, Green House, Local 18