Home /News /bharuch /Bharuch: મહિલા ખેડૂતે નવી જાતનાં ભીંડાની કરી ખેતી, બમણું ઉત્પાદન મેળવ્યું

Bharuch: મહિલા ખેડૂતે નવી જાતનાં ભીંડાની કરી ખેતી, બમણું ઉત્પાદન મેળવ્યું

X
મંગલેશ્વર

મંગલેશ્વર ગામની સીમમાં મહિલા ખેડૂતે નવી જાતના ભીંડાની કરી ખેતી

ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામની મહિલા અડધા વીઘા ખેતરમાં રેટરો ઇલેવન ભીંડાની ખેતી કરી વિપુલ પ્રમાણમાં ઉત્પાદન મેળવી રહ્યા છે.મહિલા ખેડૂતે રૂપિયા 3700નું કિલો બીયારણ લીધું હતું. અઠવાડિયે 40 કિલોથી વધુ ઉત્પાદન મળે છે.

Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં પિયત અને નર્મદા નદી કિનારે આવેલી જમીનમાં શાકભાજીની ખેતી વિપુલ પ્રમાણમાં કરવામાં આવે છે. જે ખેતીમાં તુવેર, રીંગણ, કોબીજ, ફુલેવર, વેલા આધારિત શાકભાજીનું પણ વાવેતર કરવામાં આવે છે. અને ખેડૂતો મોટા પ્રમાણમાં શાકભાજી પકવતા થયા છે.

ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામના મહાદેવ ફળિયામાં ગીતાબેન ચીમનભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી શાકભાજીની ખેતી કરે છે. મહિલા ખેડૂત પાપડી,પરવર અને ભાજી,લીલા ધાણા સહિતની ખેતી કરે છે. જેઓ એક પાક લીધા બાદ જમીનની ફેર બદલ કરવા માટે અલગ અલગ પાક કરે છે.

રેટરો ઇલેવન ભીંડાની અલગ ખેતી

હાલ મહિલા ખેડૂત ગીતાબેન પટેલે તદ્દન અલગ જાતના એટલે કે 3700 રૂપિયાના કિલો ભાવે મળતા બિયારણના રેટરો ઇલેવન જાતના ભીંડાની ખેતી કરી છે.

ભીંડાની ખેતીમાં 2થી અઢી મહિના બાદ પાક શરૂ

ખેડૂતે ભીંડાના વાવેતર બાદ યુરિયા,સલ્ફેટ ડાય ખાતર આપી રહ્યા છે. મહિલા ખેડૂતે તેઓના અડધા વીઘા ખેતરમાં 2થી 3 કિલો રેટરો ઇલેવન ભીંડાનું વાવેતર કર્યું છે. જે ભીંડાની ખેતીમાં 2થી અઢી મહિના બાદ પાક શરૂ થઈ જાય છે. સાથે દોઢ મહિને જ ફૂલ શરૂ થાય છે. માંડ અડધો ફૂટના છોડ ઉપર ભીંડા લાગવાનું શરૂ થઇ જાય છે.

રેટરો જાતિના બિયારણ થતી સારી આવક

ભીંડાની વાત કરીએ તો માર્કેટમાં તેની માંગ વધુ હોવાથી ખેડૂતો વહેલો થતો પાક વધુ પસંદ કરે છે. ગીતાબેન પટેલે પણ આ રેટરો જાતિના બિયારણથી થતી સારી આવક સાથે માર્કેટમાં મોટી માત્રામાં તેઓના ભીંડાનું વેચાણ થાય તે માટે પ્રયાસ કરી રહ્યા છે.

અઠવાડિયામાં બેથી ત્રણ વાર નીકળતા ભીંડાનો પાક

મંગલેશ્વર ગામ સહિતના ગામોની સીમમાં ભાગ્યે જ આ જાતના ભીંડા જોવા મળતા હોય છે. ત્યારે મહિલા ખેડૂતે પોતાની સૂઝબૂઝથી તેઓના પુત્રીના જમાઈ પાસેથી મેળવેલ રેટરો ભીંડાના બિયારણમાંથી 3થી 4 દિવસમાં એટલે કે અઠવાડિયામાં બેથી ત્રણ વાર નીકળતા ભીંડાના પાકથી ખેડૂત ખુશ છે.

અઠવાડિયામાં 40થી વધુ કિલો ભીંડાનું ઉત્પાદન

રેટરો ભીંડાની જાત 2થી 3 કિલોના બિયારણમાં 40થી વધુ કિલો ઉત્પાદન આપતા હોવાથી અન્ય ભીંડાના બિયારણ કરતા તે વહેલા ઉત્પાદન આપતા હોવા સાથે મોટા પ્રમાણ થાય છે.
First published:

Tags: Bharuch, Farmer in Gujarat, Local 18

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો