Home /News /bharuch /Bharuch: વિદ્યાર્થીઓને પગભર કરવા શાળાની અનોખી પહેલ, બેંક ખોલી આપી લોન

Bharuch: વિદ્યાર્થીઓને પગભર કરવા શાળાની અનોખી પહેલ, બેંક ખોલી આપી લોન

X
17

17 વિદ્યાર્થીઓએ વિવિધ ખાણીપીણીના સ્ટોલ માટે શાળા બેંકમાંથી લોન લઈ વ્યવસાય શરૂ 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલી ચાણક્ય વિદ્યાલયમાં બેંક ઊભી કરવામાં આવી હતી. આ બેંકમાંથી 17 જેટલા વિદ્યાર્થીઓએ લોન લીધી હતી. બાદ વ્યવસાય કરી લોન ભરપાઈ કરી હતી. વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ જ્ઞાન મળે તે માટે આયોજન કરાયું હતું.

Aarti Machhi, Bharuch: અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલી ચાણક્ય વિદ્યાલયના ટ્રસ્ટી અને પૂર્વ એ.આઈ.એ. પ્રમુખ મહેશ પટેલ, શાળાના આચાર્ય સુવર્ણાબેન પાટીલના માર્ગદર્શનમાં શાળામાં બેંક ઉભી કરવામાં આવી છે.સહકારી, સરકારી, ખાનગી બેંકોમાં વ્યવસ્થા,સ્ટાફ હોય છે તે મુજબ જ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ બેંકમાંથી વિદ્યાર્થીઓ બિઝનેસ માટે લોન લઇ શકે તેવી તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ બેંકમાંથી ધોરણ-11 અને 12ના 17 જેટલા વિદ્યાર્થીઓએ લોન લઇ ખાણીપીણીના સ્ટોલ શરુ કર્યા હતા .બાદ જે આવક થઈ તે બેંકમાં જમા કરાવી લોન ભરપાય કરી હતી.

બિઝનેસ મેનેજમેન્ટ કરી શકાય તે માટે માર્ગદર્શન

શાળા દ્વારા હાથ ધરવામાં આવેલા બિઝનેસ મેનેજમેન્ટ પ્રોજેક્ટને વિદ્યાર્થીઓએ આવકાર્યો હતો. શાળા દ્વારા પ્રેક્ટીકલ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે,તેને બિરદાવ્યું હતું. શાળા દ્વારા કેવી રીતે બિઝનેસ મેનેજમેન્ટ કરી શકાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. અહિયાંથી મળતું જ્ઞાન આગળ ભવિષ્યમાંમાં કામ લાગી શકશે.

લોનમાંથી 20 જેટલા સ્ટોલ ઉભા કર્યા

શાળાના એચ.ઓ.ડી.એ જણાવ્યું હતું કે, શાળાના ટ્રસ્ટી મહેશ પટેલ દ્વારા શાળાના શિક્ષકોની એક મીટીંગમાં ચર્ચા કરવામાં આવી હતી. કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બિઝનેસ મેનેજમેન્ટ થકી પ્રાયોગિક અનુભવ મેળવે તે માટે બેંકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને લોન આપવામાં આવી હતી. લોનમાંથી વિદ્યાર્થીઓએ 20 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
First published:

Tags: Bank, Bharuch, Local 18, Students