Home /News /bharuch /Bharuch: એક જ ગામની જમીન છે અજમાને માફક; અજમાના પાકને કેવી જમીન જોએ

Bharuch: એક જ ગામની જમીન છે અજમાને માફક; અજમાના પાકને કેવી જમીન જોએ

X
અજમાની

અજમાની ખેતી માટે વાલીયા તાલુકાનું દોડવાડા ગામ જાણીતું...

ભરૂચ જિલ્લાના વાલિયાના એકમાત્ર દોડવાડા ગામની જમીન અજમાના પાકને માફક આવી છે.દોડવાડા ગામમાં ખેડૂતો અજમાની ખેતી કરે છે. ક્વિન્ટલે 15 થી 20,000 રૂપિયાની આવક થાય છે.બિયારણ કે દવાનો ખર્ચ ઓછો થાય છે એટલે ખેડૂતોને સારું વળતર મળે છે.

Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના દોડવાડા ગામના ખેડૂત ઔષધીય ગુણધર્મોથી ભરપૂર એવા અજમાની ખેતી કરે છે.ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના દોડવાડા ગામમાં રહેતા ખેડૂત છેલ્લા 35 વર્ષથી સાત એક્ટર જમીનમાં અજમાની ખેતી કરે છે. ખેડૂત આશિષ પટેલ હાલ એબીસી કંપનીમાં નોકરી કરે છે. તેઓના પિતા રમેશ પટેલને તેઓ ખેતીમાં સહાય કરે છે.

બિયારણનો ખર્ચ નહિવત

એક વિંઘામાં દોઢ કિલો તો ચાર એકરમાં કુલ 10 કિલો અજમાનું બિયારણ વપરાય છે. અજમાના પાક માટે ડાય ખાતર વાપરવામાં આવે છે. આ ખાતર માત્ર એકવાર જ નાખવામાં આવે છે. અજમાના પાકમાં બિયારણ પણ ઘરનું જ હોય છે. જેથી બિયારણમાં ખર્ચ થતો નથી.



અજમાના પાકમાં નિંદામણ મોંઘુ પડે છે

માત્ર છ થી સાત મહિનામાં અજમાનો પાક તૈયાર થઈ જાય છે. પહેલા વરસાદમાં તેનું વાવેતર કરવામાં આવે છે. બાદ જાન્યુઆરી મહિનામાં અજમાનો પાક તૈયાર થઈ જાય છે. તેનું નિંદામણ મોંઘું પડે છે. એક મજૂરને નિંદામણ માટે રૂપિયા 200 આપવામાં આવે છે. તેવા 30 મજૂર થાય છે. નિંદામણ માટે 6000 રૂપિયાનો ખર્ચ થાય છે.



જિલ્લાના એકમાત્ર દોડવાડા ગામમાં અજમાનું સારું ઉત્પાદન

અજમો એકમાત્ર દોડવાડા ગામમાં થતો હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. આજુબાજુના ગામના લોકોએ પણ અજમાની ખેતી માટે પાક તૈયાર કર્યો હતો. પરંતુ અજમાની જમીન માફક નહીં આવતા તેઓને જોઈએ એવું ઉત્પાદન મળ્યું ન હતું. ખેડૂતે જણાવ્યું હતું કે, એકમાત્ર દોડવાડા ગામમાં અજમાનું સારું ઉત્પાદન થાય છે.



અજમાના પાકને કેવી જમીન માફક આવે છે

અજમાનો પાક સારી નિતારશકિત ધરાવતી ગોરાડું કે મધ્યમ કાળી જમીનમાં કરવામાં આવે છે. દોડવાડા ગામમાં આવી જમીન છે. અજમાના પાકમાં વાવણી વખતે જમીન પર જ બિયારણ રાખવામાં આવે છે. ખેડૂત ત્રણ વાર ખેતર ખેડે છે. જેથી અજમાનો પાક સારો થાય છે.



વરસાદ વધુ પડે તો પાક નિષ્ફળ નીવડે છે

દોડવાડા ગામના ખેડૂત આશિષ પટેલે જણાવ્યું હતું કે,તે વર્ષોથી અજમાની ખેતી કરે છે. અજમો એકમાત્ર દોડવાડા ગામમાં થાય છે. આજુબાજુના ગામના લોકો અજમાની ખેતી માટે પ્રયાસ કરે છે, પણ જોઈએ એવું ઉત્પાદન મળતું નથી. તેઓની જમીનમાં વરસાદના આધારે જ અજમાનો પાક કરવામાં આવે છે.



સીઝનના પ્રથમ વરસાદ પડે ત્યારે અજમાનું વાવેતર કરવામાં આવે છે. વાવેતર કરતા સમયે બિયારણ માટે અજમાનો દાણો જમીન ઉપર નાખવામાં આવે છે. એને ઉગવામાં લગભગ 16 દિવસ લાગે છે. વરસાદ વધુ પડી જાય તો પાક નિષ્ફળ જાય છે. અજમો તૈયાર થઈ ગયા બાદ તેનું ત્રણ વાર નિંદામણ કરવામાં આવે છે. ત્યારબાદ બે થી ત્રણ વખત કડપુ મારવામાં આવે છે. અજમાના પાકમાં દવાનો કોઈ જ છંટકાવ કરવામાં આવતો નથી.
First published:

Tags: Bharuch, Farmer in Gujarat, Local 18