ભરૂચ શહેરની શીતલ ચોકડી ઉપર આવેલ ગાયત્રી સેન્ટર ચાની દુકાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકો માટે ખાસ આકર્ષણ જનમાવે છે.અહીં મોદી ભક્ત ચા વાળા પંકજભાઈએ દુકાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા લગાડ્યા છે. ચા પીવા આવતા લોકોને ચાય પે ચર્ચા જેવી અનુભતી થાય છે.
Aarti Machhi, Bharuch : ભરૂચના શીતલ ગેસ્ટ હાઉસ પાસે પંકજભાઈ પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી ચાની દુકાન ચલાવે છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા હતા. ત્યારથી લોકો તેઓને ચાઇ વાળા પ્રધાનમંત્રી તરીકે ઓળખી રહ્યા છે. મોદીના અનેક ફેન હશે, પરંતુ ભરૂચના પંકજભાઈ પટેલ મોદીના મોટા ફેન છે. ચાઇ વાલાએ નરેન્દ્ર મોદીના ચાય પે ચર્ચા કાર્યક્રમ નિહાળ્યો ત્યારથી તેઓ મોદીના મોટા ચાહક બન્યા છે.
વડાપ્રધાન મોદીના પોસ્ટરથી લોકોમાં આકર્ષણ
પંકજ ઈશ્વરભાઈ પટેલની વર્ષ 1994થી ભરૂચના શીતલ ગેસ્ટ હાઉસ પાસે ગાયત્રી ટી એન્ડ મિલ્ક સેન્ટર નામની ચાની દુકાન આવેલી છે. તેઓની ઉંમર હાલ 63 વર્ષ છે અને તેઓ પટેલ સોસાયટીમાં રહે છે. તેઓ વર્ષ 2014થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર લગાવે છે. લોકો અહીં વડાપ્રધાન મોદીના પોસ્ટરથી આકર્ષિત થઈ લાઈનો લગાવે છે. લોકો ચાની લારી કરતા આ સ્થળે વધુ પસંદ કરે છે. ચાઈની ચૂસકી લગાવતા લગાવતા જાણે વડાપ્રધાન સાથે જ ચાય પે ચર્ચા કરતા હોય એવું અનુભવી રહ્યા છે.
ભાજપને વધુ મત મળતા નવા પોસ્ટર બનાવડાવ્યા
કીટલી વાલાએ હાલ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપ પક્ષને વધુ મત મળતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જુના પોસ્ટરો હટાવી નવા પોસ્ટર બનાવડાવ્યા છે. આ પોસ્ટરમાં વડાપ્રધાન તેઓની માતા હીરાબા સાથે, તો ચા પીતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જંબુસરની સભાનો એક પોસ્ટર, લોકડાઉનનું એક પોસ્ટર, ભગવાન કેદારનાથની પૂજા કરતા મોદી સહિત અન્ય પોસ્ટરો બનાવડાવ્યા છે.લોકો માટે અનેરૂ આકર્ષણ જન્માવી રહ્યા છે.
સ્પેશિયલ અહીંની ચા વખણાય છે
છેલ્લા 28 કરતાં પણ વધુ વર્ષથી ચાલતી આ ચાની દુકાનમાં કોલ્ડ કોફી,મસાલા દૂધ,પફ,બોર્નવિટા સહિતની વસ્તુઓ મળે છે. એમાં પણ સ્પેશિયલ અહીંની ચા વખણાય છે. લોકો અહીંની ચા પીતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીરો નિહાળે છે. આ દુકાન સવારે 3:30 કલાકે ખુલી જાય છે અને સાંજે 6:30 કલાક સુધી લોકો અહીં આવે છે. રવિવારના દિવસે અડધો દિવસ જ ખુલ્લી રહે છે.
દિવાળી, બેસતા વર્ષના દિવસે વિના મૂલ્યે ચા પીવડાવે છે
પહેલા તેઓની દુકાનમાં વડાપ્રધાન મોદી જ્યારે નાનપણમાં ચા વેચતા હતા. તેના ફોટો પણ લગાવ્યા હતા. પંકજ પટેલ દિવાળીનો પર્વ હોય કે બેસતા વર્ષના દિવસે વિનામૂલ્યે ચાની ચૂસકી પીવડાવે છે.