રાજ્ય કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાની વિદ્યાર્થીનીએ પ્રથમ ક્રમાંક હાંસલ કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં 100 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો.
Aarti Machhi, Bharuch : રમત ગમત ક્ષેત્રે બાળકોમાં રુચિ વધે તે હેતુથી રમત ગમત વિભાગ દ્વારા રાજ્ય કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ જિલ્લાના વિદ્યાર્થીઓ ભાગ લઈને શાળા તથા જિલ્લાનું નામ રોશન કરે છે. રાજ્ય કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 2022-23નું નવસારી ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રાજ્યભરના વિવિધ સ્કૂલોના વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં યોજાયેલ ચિત્રસ્પર્ધામાં ભરૂચના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. અંકલેશ્વરની શ્રવણ વિધા ભવનમાં ધોરણ 4 માં અભ્યાસ કરતી વિધાર્થીની આશ્રુતિ નયનભાઈ વારાણીએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
અંકલેશ્વરની વિદ્યાર્થીનીએ ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું
વિદ્યાર્થીની આશ્રુતિ નયનભાઈ વારાણીએ પોતાનુ શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતુ.અને સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો. અંકલેશ્વરની શ્રવણ વિધા ભવનમાં ધોરણ 4 માં અભ્યાસ કરતી વિધાર્થીની આશ્રુતિ નયનભાઈ વારાણીએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાસિલ કરનાર વિધાર્થીની આશ્રુતિ વારાણીને શાળા પરિવારના પ્રમુખ કિશોરભાઈ સુરતી તેમજ શાળાના મંત્રી કિરણભાઈ મોદી તેમજ આચાર્ય દીપિકાબેન મોદી સહિત શાળા પરિવાર તરફથી વિજેતા વિધાર્થીની આશ્રુતિને અભિનંદન પાઠવ્યા હતા.
આચાર્ય દીપિકા મોદીએ માર્ગદર્શક શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો
અંકલેશ્વરની શ્રવણ વિદ્યાભવનના આચાર્ય દીપિકા મોદીએ જણાવ્યુ હતુ કે, અમારી શાળાની વિદ્યાર્થીની આશ્રુતિ નયનભાઈ વારાણીને બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 2022-23માં નવસારી ખાતે મોકલવામાં આવી હતી. જેમાં લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ અને ઘણી બધી શાળાઓએ ભાગ લીધો હતો. આશ્રુતિએ રાજ્ય કક્ષાએ ચિત્ર કળા સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યુ છે. રાજ્ય કક્ષાએ આશ્રુતિએ શાળાનું નામ રોશન કર્યું છે. અને ભરૂચ જિલ્લાને ગૌરવ અપાવ્યુ છે અને શાળા પરિવાર દીકરીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. શાળા પરિવારે માર્ગદર્શક શિક્ષક દીપેશભાઈ અને દક્ષાબહેનનો આભાર વ્યકત કર્યો હતો.