Home /News /bharuch /Bharuch: નોકરી છોડી યુવાનોએ કરી કમાલ; થાઈલેન્ડ, હોલેન્ડમાં થતા ફૂલ ઉગાડ્યા

Bharuch: નોકરી છોડી યુવાનોએ કરી કમાલ; થાઈલેન્ડ, હોલેન્ડમાં થતા ફૂલ ઉગાડ્યા

એન્જીનીયરીંગ અને IT સેક્ટરમાં સ્નાતક યુવા ખેડૂતોઓએ ખેતી ક્ષેત્રે મબલક કમાણી કરી

ભરૂચના સજોદ ગામના યુવાનોએ એન્જીનીયરીંગ અને આઈ ટી સેક્ટરમાં સ્નાતક થઇ ખેતીમાં ઝપલાવ્યું છે.અને પંરપરાગત ખેતીથી આગળ વધીને વિદેશી મૂળના જીપ્સોફિલા ફૂલની ખેતી કરી સફળતા મળવી છે.થાઈલેન્ડ, હોલેન્ડમાં થતા ફૂલ અહીં ઉગાડ્યા છે.

Aarti Machhi, Bharuch: અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના પ્રગતિશીલ ખેડૂત યશવંતભાઈ પ્રજાપતિએ પરંપરાગત ખેતીથી કંઈક જુદી ખેતી કરવાના હેતુથી નેશનલ હોર્ટી કલ્ચર બોર્ડ, નેશનલ હોર્ટી કલ્ચર મિશન એમ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કૃષિ સહાય યોજનાનો લાભ લઇ ગ્રીન હાઉસ બનાવ્યું હતું. જરબેરાં નામના ફુલ માટે પ્લાન્ટેશન કરી બાગાયતમાંથી સરકારી સહાય લીધી અને સમયાંતરે આ ફૂલોની માંગ વઘતાં ખેતીમાં સફળ થયા છે.

થાઈલેન્ડમાં થતા જરબેરાં અને ઓર્ચિડ ફુલોની ખેતી કરી સફળતા મેળવી

યશવંતભાઈના બે દીકરા 39 વર્ષના કિરણ પ્રજાપતિ અને 40 વર્ષના રિલેશ પ્રજાપતિ બંન્ને ભાઈઓ એન્જીનીયરીંગ અને આઈ ટી સેક્ટરમાં અભ્યાસ કરી સારા પગારની નોકરી કરી રહ્યા હતા. ખેતી તરફની અભિરૂચીને કારણે બંન્ને ભાઈઓએ નોકરી છોડીને ખેતી તરફ ડગ માંડી પિતા સાથે ખેતીમાં ઝંપલાવાનું વિચાર્યું હતુ.



થાઈલેન્ડમાં થતા જરબેરાં અને ઓર્ચિડ ફુલોની ખેતી કરી સફળતા મેળવી હતી. ફુલોની ખેતી સાથે જોડાયેલા હોવાથી હોલેન્ડમા જેવા ઠંડા પ્રદેશોમાં થતા જિપ્સોફિલાના નામના ફુલ વિશે સાંભળ્યું. પહેલા થોડું રિર્ચસ કર્યું અને બજાર તેની માંગ, પ્રતિકુળ વાતાવરણ જેવા પડકારો છતાં જિપ્સોફિલા ફુલની ખેતી કરવાનું બિંડુ ઝડપ્યું હતું.

ફૂલની સુરત, મુંબઈ ઇન્દોર સહીતના મોટા શહેરોમાં માંગ

યશવંતભાઈના દીકરા કિરણ પ્રજાપતિએ જણાવ્યું હતું કે,સરકારની યોજના સાથે આધુનીક પદ્ધતિથી ખેતીની શરૂઆત પિતાજીએ કરી હતી. હોલેન્ડમાં થતા જીપ્સોફિલા નામના ફૂલોનું વાવેતર કરવાનું નક્કી કરી બેંગ્લોરથી જીપ્સોફિલા પ્લાન્ટ મંગાવી ગ્રીન હાઉસમાં ડ્રિપ ઈરીગેશન કરી રોપાનું વાવેતર કર્યું હતું.



અંતે ચાર મહિનાની મહેનત રંગ લાવી અને વિપુલ પ્રમાણમાં જીપ્સોફિલાના ફૂલ લાગવાની શરૂઆત થઇ છે. હોલેન્ડના જીપ્સોફિલાના ફૂલની લગ્નપ્રસંગ, તહેવાર તેમજ અન્ય પ્રસંગોમાં ભારે માંગ રહે છે.ગુજરાતમાં સુરત,મુંબઈ, ઇન્દોર સહીતના મોટા શહેરમાં માંગ હોવાથી ત્યાં સપ્લાય કરી સારી આવક મેળવી છીએ.



પિતાએ કંડારેલી આગવી કેડી અને પંરપરાગત ખેતીથી અનોખુ કરવાના સાહસના પ્રતાપે ગુજરાતમાં માત્ર અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના બે યુવકો કિરણ પ્રજાપતિ અને રિલેશ પ્રજાપતિ એ હોલેન્ડના જીપ્સોફિલાના ફૂલોનું વાવેતર કરી નવો ચિલો ચાતરવાનું કામ કર્યું છે. વર્ષોથી બજારમાં જરબેરા અને ઓર્ચિડના ફૂલોની માંગ તો હત. સુશોભન માટે હોલેન્ડના જીપ્સોફિલાના ફૂલોએ પણ સ્થાન મેળવતા આ ફૂલોની ડિમાન્ડ વધતાં હવે સારામાં સારા ભાવ મળતા થયા છે.
First published:

Tags: Bharuch, Farmers News, Flower, Local 18