Home /News /bharuch /Bharuch: મતદાતાઓ ખુશ થઈ ગયા! 75 વર્ષમા પ્રથમ વખત આવું અનોખું મતદાન મથક ઉભું કરાયું

Bharuch: મતદાતાઓ ખુશ થઈ ગયા! 75 વર્ષમા પ્રથમ વખત આવું અનોખું મતદાન મથક ઉભું કરાયું

કેન્દ્રિય ચૂંટણી પંચે પણ જિલ્લા ચૂંટણી તંત્રની પહેલની સરાહના કરી

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા આલિયા બેટના 212 જેટલા મતદારો વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત ઘરઆંગણે જ મતદાન કરી રહ્યાં છે. પાણીથી ઘેરાયેલા ટાપુ ઉપર પ્રથમ વખત કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.

    Aarti Machhi, Bharuch: નર્મદાના પાણીથી ઘેરાયેલા આલિયા બેટ પર વર્ષોથી કબીલાવાસીઓ વસે છે. અહીં 600થી વધુની વસ્તી ધરાવતાં આ ટાપુ પર 212 જેટલા મતદારો છે. જેમના માટે અત્યાર સુધી ક્યારેય ચૂંટણી સમયે કોઈ વિશેષ વ્યવસ્થા કરાતી ન હતી.

    મતદાન માટે 82 કિમી દૂર જવું પડતું હતું. તે માટે વિશેષ બસની વ્યવસ્થા કરાતી હતી.વર્ષ 2021માં સ્થાનિક ચૂંટણીઓમાં પંચે પ્રથમ વખત અહીં મતદાન મથક બનાવ્યું હતું. તે સમયે મતદાન મથકમા 204 મતદારોએ મત આપ્યા હતા.આ પોલિંગ બૂથ એક સ્કૂલના શેડમાં બનાવવામાં આવ્યું હતું.

    વીજળી માટે સોલર લાઈટ ઉપર

    આઝાદીના 75 વર્ષ બાદ પ્રથમ આલિયા બેટ ખાતે વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ વખત મતદાન મથક ઊભું કરાયું છે. આલિયા બેટ એ એક નાનો ટાપુ છે, જે ભરૂચ જિલ્લામાં ભાડભૂત કિનારાની નજીક સ્થિત છે. નર્મદા નદી પરનો એક નાનો ટાપુ છે, જેનો વિસ્તાર વિશાળ છે.

    અહીં પશુપાલનનો વ્યવસાય કરતા જત કોમના લોકો રહે છે. સ્થાનિકો પાસે મોટી સંખ્યામાં ગાય , ભેંસ અને ઊંટ છે. બોટમાં ભરૂચ અને હાંસોટના કિનારે પહોંચી સ્થાનિક ગામોમાં દૂધનો વ્યવસાય કરે છે. અહીંના સ્થાનિકો ખુબજ પછાત જીવન જીવે છે. વીજળી માટે સોલર લાઈટ ઉપર નિર્ભર છે. દૂધ આપવા જતા લોકો પરત કેનમાં પીવાનું પાણી ભરી લાવે છે.

    કન્ટેનરમાં અલાયદું મતદાન મથક ઉભું કર્યું

    પ્રથમ વખત અહીં શિપિંગ કન્ટેનરમાં અલાયદું મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. મતદાન મથક ઉભું કરતા મતદારોમાં ખુશી જોવા મળી હતી.આ અલાયદા મતદાન મથકની કેન્દ્રીય ચૂંટણી પંચે પણ નોંધ લીધી હતી. આલિયા બેટ ખાતે શિપિંગ કન્ટેનરમાં જત જાતિના મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યાં છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: 2022 Assembly elections, Bharuch, Local 18

    विज्ञापन
    विज्ञापन