Home /News /bharuch /Bharuch: કીમ નદી પર જર્જરીત બ્રિજની બાજૂમાં બનશે નવું ડાયવર્ઝન; 25 કિ.મીનું અંતર ઘટશે

Bharuch: કીમ નદી પર જર્જરીત બ્રિજની બાજૂમાં બનશે નવું ડાયવર્ઝન; 25 કિ.મીનું અંતર ઘટશે

ડાયવર્ઝન બનવાના કારણે વાહન ચાલકોને 25 કીમીથી વધારેનો ફેરાવો બચી જશે.

વાડી જવા માટે વાહન ચાલકોએ નેત્રંગ થઈ ફરીને જવું પડે છે.હાલ ભારી વાહન ચાલકોએ 24 કિલોમીટરનો રસ્તાનો ફેરાવો તો ખરો જ પરંતુ 24 કિલોમીટરનો રસ્તો પણ ખૂબ ખરાબ હોવાથી વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.

    Aarti Machhi, Bharuch: ભરૂચના વાલિયા તાલુકાના ડહેલી ગામ પાસે કીમ નદી પરના જર્જરીત બ્રિજની બાજુમાં ભારે વાહન ચાલકો માટે 1.14 કરોડ રૂપિયાના ખર્ચે નવુ ડાયવર્ઝન બનાવવામાં આવશે.

    વર્ષો પહેલા ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામ પાસે કીમ નદી ઉપર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ભારે વાહનોના અવર જવરને પગલે બ્રિજ અત્યંત જર્જરીત બન્યો છે. બ્રિજ જોખમી હોવાથી તેને ભારદારી વાહનો માટે બંધ કરવામા આવ્યો છે. ભારે વાહનચાલકો માટે બ્રિજ બંધ કરાયા બાદ વાહન ચાલકોને 25 કિ.મીનો ફેરાવો થાય છે.



    વાડી જવા માટે વાહન ચાલકોએ નેત્રંગ થઈ ફરીને જવું પડે છે. જેને પગલે ભારે વાહન ચાલકો માટે રસ્તો ત્રાસદાયક બની ગયો છે. માર્ગ અને મકાન વિભાગે પુલની બાજુમાં વૈકલ્પિક વ્યવસ્થા માટે ડાયવર્ઝન બનાવવાની અતિ આવશ્યક જરૂરીયાત ઉભી થઈ હતી. હાલ ભારી વાહન ચાલકોએ 24 કિલોમીટરનો રસ્તાનો ફેરાવો તો ખરો જ પરંતુ 24 કિલોમીટરનો રસ્તો પણ ખૂબ ખરાબ હોવાથી વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.



    જેને કારણે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ વાડી રોડ ઉપર કદવાલી ખાડીના જર્જરિત પુલ અંગે સરકારને રજૂઆત કરી હતી. જેને પગલે વાહનચાલકોની સલામતી અને સુવિધા માટે રાજયના માર્ગ અને મકાન મંત્રી જગદીશ પંચાલે તાત્કાલીક ડાયવર્ઝન મંજુર કર્યું હતું. કીમ નદી પરના જર્જરીત બ્રિજની બાજુમાં 1.14 કરોડના ખર્ચે ડાયવર્ઝન મંજૂર કરવામાં આવ્યુ છે.



    ડાયવર્ઝન બનવાના કારણે વાહન ચાલકોને 25 કીમીથી વધારેનો ફેરાવો બચી જશે.અને વાહન ચાલકો ઇંધણમાં પણ બચાવ થશે. કીમ નદી પરના જર્જરીત બ્રિજની બાજુમાં ભારે ડાયવર્ઝન બનવાને કારણે વાહનચાલકોનો કિંમતી સમય પણ બચી શકશે. ડાયવર્ઝન મંજૂર થતા વાહનચાલકોમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.



    જ્યારે ડાઈવર્ઝન બનવાથી તાલુકાના અન્ય ગામમાં માલસામાન લઈ જતા કોમર્શિયલ વાહનોને પણ રાહત મળશે જેને પગલે પુરવઠો વહેલો પહોંચવાથી ગ્રાહકો સાથે સસ્તા અનાજની દુકાન પરથી અનાજ લેતા ગરીબ લોકોને પુરવઠો સમયસર મળી શકશે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Bharuch, Bridge, Road

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन