ભરૂચ તાલુકાનું દહેગામ ગામમાં બુલેટ ટ્રેન, DFC ગુડ્ઝ ટ્રેક, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ અને ભરૂચ-દહેજ એક્સપ્રેસ વેનું જંકશન ટર્મિનલ બનવા જઈ રહ્યું છે. દહેજ પોર્ટ અને ઔદ્યોગિક વસાહત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે સાથે લિંકઅપ થઈ જશે.
Aarti Machhi, Bharuch: ભરૂચ-દહેજ માર્ગ ઉપર 70 હજાર વાહનો અને ભવિષ્યમાં વધનારા શહેરી, ગ્રામ્ય તેમજ ઔદ્યોગિક ટ્રાફિકના ભારણને લઈ દહેજને મેક્સિમ રોડ અને રેલ કનેક્ટિવિટી આપવા ઉપર કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર ભાર મૂકી રહી છે. દેશના અન્ય મહત્વના બંદરોની જેમ દહેજને કેન્દ્ર સરકારે ત્રીજા ગુડ્ઝ ટ્રેન માટેના અલગ ટ્રેક DFC દિલ્હી-મુંબઈ જોડે સાંકડી લીધું છે.
બુલેટ ટ્રેનમાં પણ ભરૂચનું સ્ટેશન દહેગામ ખાતે બનાવી ઝડપી મુસાફરીની વ્યવસ્થાને પ્રાધાન્ય
બુલેટ ટ્રેનમાં પણ ભરૂચનું સ્ટેશન દહેગામ ખાતે બનાવી દહેજમાં દેશ અને દુનિયાના આવતા કોર્પોરેટ્સ માટેની ઝડપી મુસાફરીની વ્યવસ્થાને પ્રાધાન્ય આપ્યું છે.સાથે જ દિલ્હી-મુંબઈ 8 લેન એક્સપ્રેસ વે પણ ભરૂચમાંથી આ જ રૂટ પરથી અન્ય બે પ્રોજેકટને સમાંતર પસાર થાય છે.
આ એક્સપ્રેસ વેનું ઇન્ટર ચેન્જ ભરૂચમાં દહેગામ ખાતે જ અપાયું છે. જેથી કરીને દિલ્હી-મુંબઇથી દહેજ પોર્ટ અને ઔધોગિક વસાહતમાં આવતા ગુડ્ઝ વાહનો આ એકપ્રેસ વેનો ઉપયોગ કરી ભરૂચ સિટીમાં પ્રવેશ્યા વગર સીધા જ દહેજ પહોંચી શકે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.