Home /News /bharuch /Bharuch: ફિટનેશનો મંત્ર ગૃહિણી પાસેથી શીખો; 30 કિલો વજન કેમ ઘટાડ્યું, જુઓ video

Bharuch: ફિટનેશનો મંત્ર ગૃહિણી પાસેથી શીખો; 30 કિલો વજન કેમ ઘટાડ્યું, જુઓ video

X
ભરૂચમાં

ભરૂચમાં રહેતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ રોજ 30 થી 40 કિલોમીટર સાયકલિંગ કરે છે

ભરૂચના ગૃહિણીનો ફિટનેશ મંત્ર જાણવા જેવો છે અને જીવનમાં ઉતારી નિરોગી રહી શકાય. ભરૂચના શ્વેતાબેન વ્યાસ રોજ 30 થી 40 કિમી સાયકલિંગ કરે છે.તેમને 30 કિલો વજન ઘટાડ્યું છે. એક વર્ષમાં 10 હજાર કિમી સાયકલ ચલાવી છે.

Aarti Machhi, Bharuch: ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં સમૃદ્ધિ રેસીડેન્સીમાં રહેતા શ્વેતાબેન વ્યાસ છેલ્લા ત્રણ વર્ષથી સાયકલિંગ કરે છે.તેઓ હાઉસવાઈફ છે.તેઓની ઉંમર 40 વર્ષ છે. શ્વેતાબેન વ્યાસના પતિ તેજસભાઈ વ્યાસ ફર્નિચરની દુકાન ચલાવે છે.તેઓનો 10 વર્ષનો પુત્ર છે. રોજ 30થી 40 કિમી સાયકલિંગ કરે છે. પહેલા તેમનું વજન 83 કિલો હતું. સાયકલીંગ કરી 30 કિલો વજન ઘટાડયું છે.

નિયમિત 30 થી 40 કિમી સાયકલિંગ કરે

શ્વેતાબેન વ્યાસે સાયકલિંગની શરૂઆત સાયકલોથોન રોટરીથી કરી હતી. પ્રથમ વખત ભરૂચથી ઝનોર 50 કિમીનું સાયકલિંગ કર્યું હતું. શ્વેતાબેન વ્યાસે જણાવ્યું હતું કે, સાયકલિંગ કરવાથી શરીરની ફિટનેસ જળવાઈ રહે છે. તેમનું વજન 83 કિલો હતુ.



વજન ઘટાડવાના ઉદ્દેશ્યથી સાયકલિંગની શરૂઆત કરી હતી.તેમજ નિયમીત સાયકલીંગ કરી 30 કિલો વજન ઘટાડયું છે. ફિટનેસ જાળવી રાખવા માટે રોજના 30 થી 40 કિલોમીટરનું સાયકલિંગ કરે છે.શરૂઆતમાં નોર્મલ સાયકલ એટલે કે MTB સાયકલનો વપરાશ કરતા હતા. હાલ રોડ બાઇકથી સાયકલિંગ કરે છે. જેની કિંમત 70 હજાર રૂપિયા છે.

શ્વેતા વ્યાસ આહારમાં શું આરોગે છે

આહાર અંગે શ્વેતાબેન વ્યાસે જણાવ્યું હતું કે,સાયકલિંગ કરતા પહેલા તેઓ પ્રોટીન શેક તેમજ બનાના શેક લે છે. સાયકલિંગ કરીને ઘરે આવ્યા બાદ તેઓ ગુજરાતી નાસ્તો કરે છે. હાંડવો, ઢોકળા સહિતનો નાસ્તો આરોગે છે.



ઇન્ડિયન સ્ટાર ઇન્ડિપેન્ડેન્ટ 2022 એવોર્ડ મેળવ્યો

ભરૂચના સાયકલિસ્ટ શ્વેતાબેન વ્યાસને હેલ્થ અને ફીટનેશ એન્ડ સાયકલિંગ પ્રવૃતિઓમાં આપેલ યોગદાનથી ઇન્ડીયા સ્ટાર એવોર્ડ તરફથી ઇન્ડિયન સ્ટાર ઇન્ડિપેન્ડેન્ટ 2022 એવોર્ડ મળ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી રોજ 30 થી 40 કિમી સાઇકલીંગ કરે છે.



ભરૂચ તથા અંકલેશ્વરના રહીશોના ફીટનેશ માટે જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરતા રહે છે. તેમજ ભરૂચ જિલ્લામાંથી 200 કિમી BRMમા ભાગ લેનાર પ્રથમ મહીલા હતા. આ પ્રસંગે ભરૂચના એ.એસ.પી. વિકાસ સુંડાએ પણ તેઓને સન્માનિત કર્યા હતા. બીએસએફ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી નડિયાદ સુરત વડોદરા સહિત સાયકલ રાઇડ્સ કરી છે.



કોઈ પણ ઋતુમાં તેઓ અડગ મને રોજ સાયકલિંગ કરે છે

શ્વેતાબેન વ્યાસે જણાવ્યું હતુ કે,રોજ ઠંડી હોય કે ગરમી કે પછી બહાર વરસાદ વરસતો હોય તેઓ રોજ 30 થી 40 કિલોમીટર સુધીનું સાયકલિંગ કરે છે. તેઓ વહેલી સવારે 5:00 વાગે ઉઠી જાય છે.બાદ પુત્રને શાળાની તૈયારી કરે છે. બાદ સવારે 6.30 કલાકે સાયકલિંગ માટે નીકળે છે. ત્યારબાદ તેઓ 9 કલાકે ઘરે આવી ઘરના કામ કરે છે.



શ્વેતાબેન વ્યાસે છેલ્લા એક વર્ષમાં 10,000 કિમી સાયકલિંગ કર્યું

શ્વેતાબેન વ્યાસે કહ્યું હતુ કે, વહેલી સવારે પ્રકૃતિમય વાતાવરણમાં સાયકલિંગ કરવામાં મજા આવે છે. મહિલાઓને પણ એક સંદેશો આપ્યો હતો કે, ઘરના વાતાવરણમાંથી બહાર નીકળીને તેઓએ પણ સાયકલિંગ કરવું જોઈએ.



રૂપિયા ખર્ચીને જીમમાં જઈને પણ તેઓનો સમય સાચવવો પડે છે. તેમજ જીમમાં એક દિવસ રજા હોય છે. જ્યારે સાયકલિંગમાં પોતાના સમય પર જઈ શકાય છે. તેમજ કોઈ રૂપિયાનો ખર્ચ હોતો નથી. શ્વેતાબેન વ્યાસે છેલ્લા એક વર્ષમાં 10,000 કિમી સાયકલિંગ કર્યું છે.
First published:

Tags: Bharuch, Cycling, Local 18, Womens