ભરૂચ જિલ્લાના લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે જિલ્લા કક્ષાએ મહિનાના ચોથા ગુરૂવારના દિવસે ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આગામી 22 ડિસેમ્બરના ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે.
Aarti Machhi,Bharuch: ભરૂચ જિલ્લાની જનતાની લોકસુખાકારી વધારવા માટે લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે જિલ્લા કક્ષાએ મહિનાના ચોથા ગુરૂવારના દિવસને ફરિયાદ નિવારણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તા.22 ડિસેમ્બરના રોજ ફરિયાદ નિવારણ કાર્યક્રમ છે. તે માટે લોકોએ ફરિયાદ અરજી કચેરીમાં રૂબરૂ અથવા ટપાલમાં બે નકલમાં મોકલી આપવાની રહેશે.
અરજદાર પોતાના પ્રશ્નો જાતે રજૂ કરી શકશે
અરજદારે અરજીના મથાળે ફરિયાદ નિવારણ કાર્યક્રમ એમ ખાસ લખવાનું રહેશે. અરજીઓ બે નકલમાં સુવાચ્યર અક્ષરોમાં ફુલસ્કેલ કાગળ ઉપર કરવાની રહેશે.અને તેમાં અરજદારે પોતાનો ટેલીફોન નંબર, મોબાઇલ નંબર અવશ્યક લખવાનો રહેશે. પોસ્ટકાર્ડ કે અંતરદેશી પત્રો પર અરજી કરવાની નથી. અરજદારે પોતાના પ્રશ્નો જાતે રજૂ કરવાના રહેશે. બીજાનો પ્રશ્ન રજૂ કરવો નહી. અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામૂહિક રજુઆતો કરી શકાશે નહિ.અરજીમાં ફરિયાદને લગતી કચેરીનું નામ સ્પષ્ટ જણાવવાનું રહેશે.
ક્યાં પ્રકારની રજૂઆત કરી નહીં શકાય ?
અગાઉ જે તે ખાતામાં કરેલી અરજીનો નિયમનુસાર નિકાલ ન થતો હોય તેમજ આ અંગે અગાઉ તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણના કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરેલા હોય પરંતુ નિકાલ થયેલો ન હોય તેવી અરજી રજુ કરવાની રહેશે.
કોર્ટને લગતા, નોકરીને લગતી બાબતો, પેન્શન, રહેમરાહે નોકરી જેવા મહેકમ વિષયક પ્રશ્નો તેમજ પ્રથમ વખતની અરજીની બાબતો ઘ્યાને લેવામાં આવશે નહિં. તેમજ જે અરજદારને ફરિયાદ નિવારણમાં હાજર રહેવાની જાણ કરી હોય તે સિવાયના ફરિયાદ નિવારણના પ્રશ્ન લઇને અન્ય કોઇપણ અરજદારે હાજર રહેવાનું નથી.