Home /News /bharuch /Bharuch: ફેશન ડિઝાઇનિંગ કરનાર આરતીબેન પાટીલે હેલ્ધી બાઇટસનો વ્યવસાય શરૂ કર્યો, આટલી આવક

Bharuch: ફેશન ડિઝાઇનિંગ કરનાર આરતીબેન પાટીલે હેલ્ધી બાઇટસનો વ્યવસાય શરૂ કર્યો, આટલી આવક

X
ઔદ્યોગિક

ઔદ્યોગિક એરિયામાં યુવતી અનોખા કોન્સેપટ સાથે હેલ્ધી બાઇટ્સ શરૂ કર્યું

ડિપ્લોમા ફેશન ડિઝાઇનિંગ કરનાર આરતીબેન પાટીલે  અંકલેશ્વર જીઆઇડીસીમાં હેલ્ધી બાઇટસનો વ્યવસાય કર્યો  છે. ફણગાવેલા કઠોળ અને શાકભાજીમાંથી બનાવેલ જ્યુસનું વેચાણ કરે છે. અભ્યાસ બાદ નોકરી કરતા હતા.

Aarti Machhi, Bharuch: અંકલેશ્વરનાં ગડખોલ પાટિયા વિસ્તારમાં રહેતા 28 વર્ષના આરતીબેન પાટીલે જીઆઇડીસી વિસ્તારમાં હેલ્ધી બાઇટસનો વ્યવસાય શરૂ કર્યો છે. છ મહિનાથી વ્યવસાય કરી રહ્યાં છે. માત્ર 20 રૂપિયામાં ફણગાવેલા કઠોળની પ્લેટ વેચે છે. આરતીબેને ડિપ્લોમા ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે. વડોદરામાં નોકરી છોડી અંકલેશ્વરમાં સ્થાયી થયા છે અને અહીં હેલ્ધી બાઇટસનો વ્યવસાય શરૂ કર્યો છે.

સવારે ચાર કલાક વ્યવસાય કરે છે

હાલ અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં રહેતા આરતીબેને પાટીલએ છેલ્લા 6 મહિનાથી હેલ્ધી બાઇટસના વ્યવસાયની શરૂઆત કરી છે.



અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સામે આરતીબેને હેલ્ધી બાઇટસની ટેન્ટ લગાવી વ્યવસાયની શરૂઆત કરી છે. સવારે 7 કલાકથી 10 કલાક દરમિયાન આરતીબેન હેલ્ધી બાઇટસનું વેચાણ કરે છે.



જેમાં ફણગાવેલા કઠોળ, મિક્સ વેજીટેબલ જ્યુસ બનાવે છે. આરતીબેન મિક્સ વેજીટેબલ જ્યુસમાં હેલ્ધી શાકભાજીનો ઉપયોગ કરે છે. જેમાં ગાજર, બીટ, આદુ, ટામેટા, કાકડી, હળદર સહિતનો વપરાશ કરે છે. આરતીબેન માત્ર 20 રૂપિયામાં ફણગાવેલા કઠોળ પ્લેટ આપે છે. હાલ શાકભાજીના ભાવ વધતા મિક્સ વેજીટેબલ જ્યુસ 25 રૂપિયામાં આપે છે.



વડોદરામાં સ્ટોલ જોયા હતા, અહીં શરૂ કર્યા

આરતીબેન પાટીલે અભ્યાસમાં ડિપ્લોમા ફેશન ડિઝાઇનિંગ કર્યું છે. આરતીબેનના લગ્ન જીવનને ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આરતીબેન પાટીલ વડોદરામાં નોકરી કરતા હતા. વાલિયા રોડ પર પણ 2 વર્ષ નોકરી કરી હતી.



બાદ નોકરી છોડી દીધી હતી. આરતીબેન વડોદરા રહેતા હતા, ત્યા અહીં વહેલી સવારે હેલ્ધી ડ્રિંક માટેના અનેક સ્ટોલ જોતા હતા. અંકલેશ્વર સ્થાયી થયા બાદ અહીં ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આ વ્યવસાયની શરૂઆત કરી છે. જેનાથી લોકોના સ્વાસ્થ્યને ફાયદો થઇ શકે. તેમજ આ વ્યવસાયમાં આરતીબેનનાં પતિ ખૂબ જ મદદ કરે છે.



હેલ્ધી બાઈટસના વ્યવસાયમાં રોકાણ અને હાલ આવક

હેલ્ધી બાઈટસના વ્યવસાયમાં આરતીબેને શરૂઆતમાં 12 હજારનું જ્યુસર મશીન સહિત ટેંટ મળીને કુલ 30 હજાર રૂપિયાનું રોકાણ કર્યું છે. હાલ લોકોમાં આકર્ષણ જન્માવી રહ્યો છે. ત હાલ આરતીબેનને સામાન સહિતનો ખર્ચ કાઢતા 30 ટકા આવક મળી રહે છે. ભવિષ્યમાં આરતીએ જીઆઈડીસી વિસ્તારમાં વ્યવસાયને વધુ આગળ વધારવો છે અને ફ્રેન્ચઆઈસી ખોલવી છે.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Bharuch, Buisness, Local 18, Womens