ભાણખેતર ગામે આવેલા મસાણી માતાજીનાં મંદિરે લીલુડો માંડવાનો કાર્યક્રમ યોજાયો હતો. તેમજ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરમાં ચલણી નોટો સાથે ડોલરોન વરસાદ થયો હતો.
ભાણખેતર ગામે આવેલા મસાણી માતાજીનાં મંદિરે લીલુડો માંડવાનો કાર્યક્રમ યોજાયો હતો. તેમજ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરમાં ચલણી નોટો સાથે ડોલરોન વરસાદ થયો હતો.
Aarti Machhi, Bharuch : જંબુસર તાલુકાનાં ભાણખેતર ગામે આવેલા મસાણી માતાનાં મંદિરે લીલુડો માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. માંડવામાં રૂપિયાની સાથે ડોલરનો વરસાદ થયો હતો. માતાજીનાં મંદિરે છેલ્લા પાંચ વર્ષથી ભાણખેતર અને આસપાસનાં ગામનાં લોકોની સુખાકારી અને લોકકલ્યાણ માટે મસાણી માતાનાં મંદિરે લીલુડા માંડવાનું આયોજન કરવામાં આવે છે. માતાજીના માંડવા વિધિ સહિતના ધાર્મિક કાર્યક્રમો લીલુડો માંડવાના કાર્યક્રમમાં માતાજીના માંડવા વિધિ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. માતાજીનો લીલુડો માંડવો કરવાથી સુખ અને શાંતિ આવતી હોવાની માન્યતા છે.
દર વર્ષે 16 અથવા 17 માર્ચે માંડવાનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 4 થી 5 વર્ષથી દર વર્ષે માંડવા કાર્યક્રમ યોજાય છે. ધાર્મિક કાર્યક્રમોનો માઈ ભકતોએ લાભ લીધો હતો.
લોક ડાયરામાં ભક્તોએ ડોલર અને ચલણી નોટોનો વરસાદ કર્યો લોકડાયરામાં કલાવૃંદે ભજનોની રમઝટ બોલાવી હતી. આ લોક ડાયરામાં ભક્તોએ ડોલર અને ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ધાર્મિક કાર્યક્રમનો માજી સરપંચ જગદીશભાઈ અને ભાવિક ભક્તો સહિત વિવિધ ગામના માતાજીના ભૂવાઓએ હાજર રહ્યાં હતાં. વડોદરા સહિત દૂર દૂરથી ભકતોની ભીડ ઉમટી પડે છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.